Gujarat: સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વ ઉજવણી, જાણો સમગ્ર માહિતી
- Gujarat: રાજકોટથી સોમનાથ જવા ચાર દિવસ માટે ટ્રેન શરૂ કરાઈ
- PM મોદી 11 તારીખે સોમનાથ ખાતે કરશે પૂજા અર્ચન
- “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
Gujarat: રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મહાદેવ ખાતે હિન્દુ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. મંદિરના જીર્ણોધ્ધારને 75 વર્ષ થયાં છે. સોમનાથ મંદિર પર જે હુમલો થયો અને 1000 વર્ષ થયાં જેની રક્ષા કાજે ઘણા વિરોએ બલિદાન આપ્યા છે. ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો ટકાવી રાખવાની જહેમત ઉઠાવી હતી. રાજકોટથી સોમનાથ જવા માટે ચાર દિવસ માટે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ 11 તારીખે સોમનાથ ખાતે પહોંચી ભગવાન મહાદેવ સામે શીશ ઝુકાવી તેમના દર્શનો લાભ મેળવશે.
ભારતીય સંસ્કૃતિનાં અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે
ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendrabhai Modi) વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની (Somnath Swabhiman Parv) ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendrabhai Patel) નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshabhai Sanghvi) માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળનાં સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનાં અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.
Somnath Swabhiman Parv: 1000 વર્ષની અતૂટ આસ્થાનું મહાપર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' | Gujarat First
ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર CM પૂજા-અર્ચના કરશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રહેશે હાજર
ધોળેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના ધૂન- કીર્તનનો પ્રારંભ કરાશે… pic.twitter.com/x1JbtUnviA— Gujarat First (@GujaratFirst) January 8, 2026
Gujarat: “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) જણાવ્યું હતું કે, અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનાં જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’નાં અવસરે સમગ્ર દેશ સોમનાથના (Somnath Temple) શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન તા. 10 મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) આગામી તા. 10 મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન 11 જાન્યુઆરીનાં રોજ ભગવાન સોમનાથનાં દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપરાંત, તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું.
ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે
આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથનાં ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.
પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે
સોમનાથ મંદિરનાં (Somnath Temple) પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરનાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 8 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


