Gujarat Visit PM Modi: રાજકોટમાં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ ઇવેન્ટ, ડે. સીએમ હર્ષભાઇ સંઘવીએ આપી સમગ્ર માહિતી
- Gujarat Visit PM Modi: વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ સમીક્ષા બેઠક કરી
- રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોકાણ વધે તેવા પ્રયાસો: હર્ષભાઇ સંઘવી
- રાજકોટ ગુજરાત મેન્યુફેક્ચરિંગનું ગ્રોથ એન્જિન બનશે
Gujarat: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) રાજકોટની મુલાકાતે છે. જેમાં વડાપ્રધાન મોદી (PM Modi)ના પ્રવાસને લઇ સમીક્ષા બેઠક કરી છે. તથા વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટને લઇ તૈયારીઓ શરૂ કરાઇ છે. સમીક્ષા બેઠક કર્યા બાદ હર્ષભાઇ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ ઇવેન્ટ યોજાશે. 11 જાન્યુઆરીએ PM Modi ઉદ્ધાટન કરશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોકાણ વધે તેવા પ્રયાસો
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોકાણ વધે તેવા પ્રયાસો થશે. રાજકોટમાં વધુ રોકાણ થાય તેવા અમારા પ્રયાસો છે. રાજકોટ ગુજરાત મેન્યુફેક્ચરિંગનું ગ્રોથ એન્જિન બનશે. તેમજ PM Modiના રોડ શો અંગે હાલ કોઇ વાત નથી. કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટુ બુસ્ટિંગ મળશે. ઉદ્યોગકારો અને અધિકારીઓ સાથે બેઠક કરી છે. રાજકોટ જિલ્લાના આગેવાનો સાથે પણ બેઠક કરી છે. તેમજ મારવાડી યુનિ. ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 6 વિશાળ ડોમમાં એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. PM Modi સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂત હાજરી આપશે.
Rajkot : DyCM હર્ષભાઈ સંઘવીની PM મોદીના પ્રવાસને લઈને બેઠક | Gujarat First
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે
વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈને બેઠક યોજી
વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે ચર્ચા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી… pic.twitter.com/nF58As81LY— Gujarat First (@GujaratFirst) January 5, 2026
5000 થી વધુ ઉદ્યોગકારો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે
5000 થી વધુ ઉદ્યોગકારો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. ઓદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જાને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે. આજે દિવસ દરમિયાન ઉદ્યોગકારોને મળવાનો છું તેમજ હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે. તથા તેમના પ્રશ્નો અંગે તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરીશ તે પણ જણાવ્યું હતુ.
ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે
વડાપ્રધાન સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂત, 5000 થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ પ્રોગ્રામ થકી સૌરાષ્ટ્ર પ્રદેશની ઔધ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાશે.
કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન
બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉધ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહત્તમમાં મહત્તમ રોકાણ આવે તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ: વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા - PM Modi


