Hirasar Airport પરથી પકડાયેલા silver ના કેસમાં મોટો ખુલાસો, યુપીથી Rajkot મોકલાયો હતો જથ્થો!
- Rajkot ના Hirasar Airport પરથી silver નો જથ્થો પકડાવવાનો કેસ
- 181 કિલો ચાંદી જપ્ત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
- ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના 5 વેપારીઓએ મોકલ્યો હોવાનો ઘટસ્ફોટ
- માલ મોકલનાર વ્યક્તિઓ પાસે જીએસટી સહિતના સત્તાવાર બિલને લઈને તપાસ શરૂ
Rajkot Hirasar Airport silver: તાજેતરમાં રાજકોટ (Rajkot) નજીક આવેલા ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ (Hirasar Airport) પરથી શંકાસ્પદ ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ ચકચારી મામલામાં હવે તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. સ્ટેટ જીએસટી વિભાગ (State GST Department) ની ઊંડી તપાસમાં આ ગેરકાયદે નેટવર્ક સાથે જોડાયેલા અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. ટેક્સ ચોરીના ઈરાદાથી આ આખો ખેલ ખેલાયો હોવાની આશંકા મજબૂત બની છે.
Uttar Pradesh અને Rajkot ના વેપારીઓનું કનેક્શન
રાજ્ય વેરા વિભાગની સઘન તપાસ દરમિયાન માલ મોકલનારા વેપારીઓની કડી મળી ગઈ છે. આ કિંમતી ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના 5 જેટલા વેપારીઓએ મોકલ્યો હતો. મળતી માહિતી મુજબ, આ પાર્સલ રાજકોટના 9 જેટલા સ્થાનિક વેપારીઓ મેળવવાના હતા. આંતરરાજ્ય કનેક્શન સામે આવ્યા પછી હવે તપાસનો વ્યાપ અન્ય રાજ્યો સુધી લંબાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક બજારમાં આટલી મોટી માત્રામાં માલ ઉતારવા પાછળ મોટા આર્થિક ષડયંત્રની શક્યતાઓ પ્રબળ બની રહી છે.
UP GST Department સાથે વિગતો શેર કરાશે
ગુજરાત જીએસટી વિભાગ હવે આ મામલે કડક કાયદાકીય કદમ ઉઠાવી રહ્યું છે. માલ મોકલનારા તમામ શંકાસ્પદ વેપારીઓની સંપૂર્ણ વિગતો આગામી સમયમાં ઉત્તર પ્રદેશ જીએસટી વિભાગ (UP GST Department) ને સુપ્રત કરવામાં આવશે. આ માલ સત્તાવાર ચેનલથી મોકલાયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ વેપારીઓ પાસે જીએસટી (GST) સહિતના જરૂરી સત્તાવાર બિલ (bills) ઉપલબ્ધ છે કે નહીં તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો----- Amba Temple Fire : દાંતાના પૌરાણિક મંદિર અને ફિલ્મ સિટી અંબા મહેલમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
Rajkot ના સ્થાનિક વેપારીઓની પૂછપરછ શરૂ
પકડાયેલા આ કિંમતી પાર્સલ (parcel) પર રાજકોટના જે સ્થાનિક વેપારીઓના નામ લખેલા છે, તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ટેક્સ અધિકારીઓ આ તમામ શંકાસ્પદ વેપારીઓની રૂબરૂ બોલાવીને આકરી પૂછપરછ (interrogation) કરી રહ્યા છે. પાર્સલ પર જેમના નામ દર્શાવેલા છે, ખરેખર તે જ વેપારીઓએ આ કિંમતી જથ્થો મંગાવ્યો છે, કે પછી તેમના નામે કોઈ અન્ય વ્યક્તિ આ કારોબાર ચલાવતી હતી, તે દિશામાં પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.
181 કિલો શંકાસ્પદsilver નો જથ્થો કબજે કરાયો
આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગે મોટી સફળતા મેળવી છે. અધિકારીઓએ એરપોર્ટ પરથી કુલ 181 કિલો (181 kg) જેટલો તોતિંગ શંકાસ્પદ ચાંદીનો જથ્થો (silver stock) સત્તાવાર રીતે જપ્ત કર્યો છે. યોગ્ય દસ્તાવેજો રજૂ ન થાય ત્યાં સુધી આ માલ મુક્ત કરવામાં આવશે નહીં. આટલો મોટો જથ્થો પકડાતા જ સોના-ચાંદીના સ્થાનિક બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટમાંથી ઝડપાયેલા ચાંદીના જથ્થાના કેસમાં તપાસ
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઇ હતી ચાંદી
ઉત્તરપ્રદેશના 5 વેપારીઓએ મોકલ્યો હતો ચાંદીનો જથ્થો#RajkotSilverSeizure #HirasarAirport #GSTInvestigation #SilverSmuggling #UPGoldSilverMerchants #CustomsDepartment #GujaratFirst pic.twitter.com/fBXJghxbXv— Gujarat First (@GujaratFirst) May 19, 2026
શું છે સમગ્ર ઘટના
રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (Central IB) એ ગુપ્ત બાતમીના આધારે મોટું ઓપરેશન (Operation) પાર પાડ્યું હતું. જેમાં એરપોર્ટ પરથી અંદાજે 400 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ 400 કિલોમાંથી 181 કિલો ચાંદી બિનહિસાબની હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે શંકાસ્પદ જણાતી 181 કિલો ચાંદીનો જથ્થો એજન્સીઓએ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો----- Saurashtra Cricket Association માં ભડકો, સુપ્રીમકોર્ટના આદેશ છતાં મનમાની, હાઈકોર્ટે તપાસ કમિટી નિમી!


