Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો, રાઇડ વગર મેળો યોજાશે!
- રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે
- એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં
- ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે
Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો છે. જેમાં રાજકોટમાં રાઇડ નહીં તો ક્યાંય નહીં લાગે રાઇડ. જેમાં રાઇડ સંચાલકો એક જૂથ થઈ નિર્ણય લીધો છે. રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે. રાજકોટમાં અધિકારીઓને તકલીફ છે. રાજકોટના અધિકારીઓના વાંકે આખા ગુજરાતમાં રાઇડ સંચાલકો રાઇડ લગાડશે નહિ.
રાઇડ સંચાલકો અધિકારી રાજ સામે લડી લેવાના મૂડમાં
રાઇડ સંચાલકો અધિકારી રાજ સામે લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. જેમાં રાઇડ સંચાલકો માગ અન્ય જિલ્લામાં જેમ મંજૂરી મળે તેમ રાજકોટમાં પણ મંજૂરી મળે તેવી માગ છે. જેમાં રાજકોટમાં ગત વર્ષે TRP ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સરકારે રાઈડ્સધારકો માટે બનાવેલી કડક SOP (Standard Operating Procedure) ને લઈને ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે. જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના ભાતીગળ લોકમેળા અગાઉ જ આ વિવાદે જોર પકડ્યું છે.
એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાયેલી 'ઓલ ગુજરાત મેળા એસોસિએશન'ની બેઠકમાં 20 વર્ષ જૂના એસોસિએશન સાથે જોડાયેલા 450 સભ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ચર્ચાના અંતે એવો આકરો નિર્ણય લેવાયો છે કે, જો સરકાર દ્વારા SOP માં છૂટછાટ નહીં મળે, તો ગુજરાતમાં થતા 4000 થી પણ વધુ મેળાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. એસોસિએશન એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં.
SOP ના નિયમોનો અમલ કરવો મુશ્કેલ જ નહીં, પણ અશક્ય
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રાજકોટ સિટી રાઈડ ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટીના ચેરમેનને કરેલી રજૂઆતમાં પણ જણાવાયું છે કે, TRP ગેમઝોન અકસ્માત બાદ લોકોની સલામતી માટે સરકારે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા ધાર્મિક મેળા, આનંદ મેળાની મનોરંજન રાઈડ્સ માટે SOP બહાર પાડી છે. જોકે, આ SOP ના નિયમો મોટી રિફાઈનરીની મશીનરી, ફેક્ટરીના મશીનરી અને મોટા કાયમી પાર્કની રાઈડ્સ કે AC હોલમાં ચાલતા ગેમઝોન માટેના નિયમો છે. મશીનરી બનાવતી કંપની દ્વારા ડિઝાઈન અને ઓપરેશનની જાણકારીની બુકલેટ, બિલ, ઉત્પાદનકર્તા દ્વારા નક્કી થતી સમયમર્યાદા વગેરે બાબતો કાયમી પાર્ક માટે યોગ્ય છે, પરંતુ હંગામી ધોરણે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા મેળા માટે આ SOP ના નિયમોનો અમલ કરવો મુશ્કેલ જ નહીં, પણ અશક્ય છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો