Gujarat Politics : મોરબી બાદ હવે રાજકોટમાં 'ચેલેન્જ' ની રાજનીતિ!
- કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના ગઢમાં અપાઈ ચેલેન્જ (Gujarat Politics)
- જસદણમાં મહિલા અગ્રણી સોનલ વસાણીએ આપી ચેલેન્જ
- બ્રિજરાજ સોલંકીના નામ લીધા વગર વસાણીએ આપી ચેલેન્જ
- કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીં ખૂબ વિકાસ થયો છે : સોનલ વસાણી
Gujarat Politics : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના (Kunwarji Bavaliya) ગઢમાં ફરી એકવાર ચેલેન્જની રાજનીતિ (Challenge Politics) જોવા મળી છે. અગાઉ જસદણમાં આમ આદમી પાર્ટીની (AAP) સભામાં નેતા બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળીયાને પડકાર ફેંક્યો હતો. ત્યારે, હવે મહિલા અગ્રણી સોનલ વસાણીએ બ્રિજરાજ સોલંકીનું (Brijraj Solanki) નામ લીધા વગર ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે, 'કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીં ખૂબ વિકાસ થયો છે. મોટી-મોટી મૂછો રાખી દોડી આવતા પહેલા અહીંની સુવિધા જુઓ.'
આ પણ વાંચો - Vadodara : ખરાબ રસ્તાની સમસ્યા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા ફટાકડા ફોડીને પૂજા કરી
Gujarat Politics : જસદણમાં મહિલા અગ્રણી સોનલ વસાણીએ આપી ચેલેન્જ
મોરબી (Morbi) બાદ હવે રાજકોટમાં (Rajkot) 'ચેલેન્જ'ની રાજનીતિ શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે. આપ નેતા બ્રિજરાજ સોલંકીએ જસદણની સભામાં પડકાર આપ્યા બાદ હવે મહિલા અગ્રણી સોનલ વસાણીએ (Sonal Vasani) બ્રિજરાજ સોલંકીનું નામ લીધા વગર ચેલેન્જ આપી છે. સોનલ વસાણીએ કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીં ખૂબ વિકાસ થયો છે. મોટી-મોટી મૂછો રાખી દોડી આવતા પહેલા અહીંની સુવિધા જુઓ. અમે કાર્યકરો અને કુંવરજીના સમર્થકો ગામડે-ગામડે જઈશું. ગામડે-ગામડે જઈ લોકોને વિકાસ અંગેની વાતો કરીશું.
આ પણ વાંચો - Gondal: Patidar અગ્રણી જીગીશા પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ, વાળ પકડીને સ્ટેજ પર લાવવાની ધમકી
અગાઉ બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળીયાને આપી હતી ચેલેન્જ!
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા AAP નેતા બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળીયાને જસદણમાં (Kunwarji Bavaliya) ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિંછિયાનાં 92 નિર્દોષ યુવાન પર 307 નાં ખોટા કેસ નોંધાયેલા છે. કુંવરજી બાવળીયા 10 દિવસમાં ખોટા કેસ પરત ખેંચાવે. તમામ નિર્દોષ યુવાનો પરના કેસો પરત ખેંચાવે તો બ્રિજરાજ સોલંકી ક્યારેય વિછિયામાં (Vinchiya) ફરી પગ નઈ મૂકે. તેમણે આગળ કહ્યું કે, કુંવરજી બાવળીયાએ મારા ભૂતકાળ-ઇતિહાસની વાત કરી, કુંવરજી બાવળીયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરે. લોકો નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું?
આ પણ વાંચો - Vadodara : નવરાત્રિ વચ્ચે મેઘરાજાની ધબધબાટી! શું આજે પણ ગરબા રદ થશે?