ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: ઈનોવેટિવ સ્કૂલની બસે સર્જ્યો અકસ્માત, અનેક વિદ્યાર્થીઓ થયા ઘાયલ

Rajkot: રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત વધી રહ્યાં છે. રાજકોટમાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ઇનોવેટિવ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
09:46 AM Dec 27, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot: રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત વધી રહ્યાં છે. રાજકોટમાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ઇનોવેટિવ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Rajkot
  1. રાજકોટના કાલાવડ રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત
  2. બસે સર્જેલા અકસ્માતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક થયા ઇજાગ્રસ્ત
  3. વિદ્યાર્થી અને શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Rajkot: રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત વધી રહ્યાં છે. રાજકોટમાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ઇનોવેટિવ સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો હોવનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટના કાલાવડ રોપ પર ગંભીર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે આ ગંભીર અકસ્માતમાં શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે, અકસ્મતાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

આ પણ વાંચો: Amreli : મહિલા પોલીસકર્મીએ ફિનાઈલ પીધું, ભાઈના પોલીસ તંત્ર પર જ ગંભીર આરોપ

પાર્ક કરેલા એક્ટિવા અને ફૂલ વહેંચતી મહિલા ને હડફેટે લીધી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇજાગ્રસ્ત વિદ્યર્થીઓ અને શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.કાલાવડ રોડ પર કણકોટના પાટિલા પાસે ગંભીર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે પાર્ક કરેલા એક્ટિવા અને ફૂલ વહેંચતી મહિલાને હડફેટે લીધી હોવાનું પણ સામે આવ્યું છે. અવારનવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ છે.

આ પણ વાંચો: Surat: સગીર પાસેથી 100 ના દરની 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી, ક્યાથી આવી આ નકલી નોટો?

અવારનવાર થતા અકસ્માતને લઈ સ્થાનિકમાં રોષની લાગણી

નોંધનીય છે કે, અત્યારે સ્કૂલ બસોના અકસ્માત સર્જાય છે. જેથી લોકોએ સ્પીડ બ્રેકર માટે અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે સર્જાયેલા અકસ્માતમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જો કે, અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યાં નથી. પરંતુ અકસ્માતને લઈને લોકોમાં ભારે રોષની લાગણી સાથે રજૂઆતો કરી છે કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: Unseasonal rain forecast: ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો, હવામાનમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં

Tags :
Crime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsInnovative school businnovative school bus accidentLatest Gujarati NewsRajkot Innovative schoolschool bus accidentschool bus accident RajkotTop Gujarati News
Next Article