Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે જોરદાર ગરમાવો, જાણો શું છે સમગ્ર મામલો

ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાની લડત શરૂ થઇ છે. પાટીદાર આગેવાનોએ પ્રતિમા માટે લડત શરૂ કરી
gondal   તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે જોરદાર ગરમાવો  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement
  • ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાની લડત
  • પાટીદાર આગેવાનોએ પ્રતિમા માટે શરૂ કરી લડત
  • લડત માટે યોજાયેલી બેઠકમાં ગોંડલમાં ગુંડારાજનો મુદ્દો ઉઠ્યો

Gondal : ગોંડલનો બખેડો શું છે? તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે જોરદાર ગરમાવો આવ્યો છે. જેમાં ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાની લડત શરૂ થઇ છે. પાટીદાર આગેવાનોએ પ્રતિમા માટે લડત શરૂ કરી છે. તથા લડત માટે યોજાયેલી બેઠકમાં ગોંડલમાં ગુંડારાજનો મુદ્દો ઉઠ્યો છે. તથા ગોંડલમાં પાટીદાર કિશોરને માર માર્યાનો મુદ્દો પણ ચર્ચામાં હતો. ત્યારે સમાધાન છતાં ગુંડારાજવાળી વાત વકરતી રહી છે.

Advertisement

ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે કરાતા વિવાદ વકર્યો

ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે કરાતા વિવાદ વકર્યો છે. જેમાં અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલે ગુંડારાજનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમાં ગણેશ ગોંડલે જવાબમાં ગોંડલમાં જાહેર સભા યોજી છે. જાહેરસભામાં અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલને પડકાર ફેંક્યો છે. અને તમારી માનું ધાવણ પીધું હોય તો ગોંડલ આવજો' કહેવાયું છે. તેથી અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલે પડકાર સ્વીકાર્યો છે. તથા પડકારના 48 કલાકમાં જ ગોંડલ આવી ગયા છે. ખુલ્લેઆમ ગોંડલમાં ફરીશું તેવું એલાન કરવામાં આવ્યું હતુ. જેમાં આજે રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા V/S ગણેશ ગોંડલ છે. તથા ગોંડલમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે જોરદાર ગરમાવો છે. અલ્પેશ કથીરિયા-જિગીશા પટેલની મુલાકાતને લઇ ઘમાસાણ થયુ છે.

Advertisement

ગોંડલમાં રસ્તા પર જોરદાર બેનર યુદ્ધ જોવા મળ્યું

ગોંડલમાં રસ્તા પર જોરદાર બેનર યુદ્ધ જોવા મળ્યું છે. ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થનમાં બેનર લાગ્યા છે. રિબડા ખાતે પાટીદાર સમાજના યુવકોનો વિરોધ છે. ઠેર-ઠેર અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલનો વિરોધ થઇ રહ્યો છે. અલ્પેશ કથીરિયાએ ગોંડલ ફરવા આવવાની જાહેરાત કરી હતી. તથા ગણેશ ગોંડલે સુલતાનપુરમાં જાહેર સભામાં પડકાર ફેંક્યો હતો. ત્યારે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં છે. ગોંડલ કોઇના બાપની જાગીર નહી. એક બાજુ અલ્પેશનું સ્વાગત, બીજી બાજુ વિરોધ પ્રદર્શન છે.

કોણ હતાં વિનુ શિંગાળા?

જામવાડી જમીન પ્રકરણથી વિનુ શિંગાળા ચર્ચામાં હતા. જમીન પ્રકરણમાં જ વિનુ શિંગાળાની હત્યા થઈ હતી. 19મી માર્ચ, 2004ના દિવસે ગોંડલમાં ઘટના બની હતી. તથા વિનુ શિંગાળાની બંગલામાં ઘૂસીને હત્યા કરાઈ હતી. જેમાં જયરાજસિંહ જાડેજા સહિત 6 સામે ગુનો નોંધાયો હતો. તેમાં સ્થાનિક અદાલતમાં તમામ આરોપી નિર્દોષ છૂટ્યા હતાં. તથા મામલો હાઈકૉર્ટ અને સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો હતો. તેમાં કાયદાકીય લડાઈ બાદ જયરાજસિંહ નિર્દોષ છૂટ્યા હતા.

આ પણ વાંચો: Gondal ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ, કાફલા પર હુમલો કરાયો : અલ્પેશ કથીરિયા

Tags :
Advertisement

.

×