Rajkot માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, 50થી વધુ દેશના પતંગ બાજો લેશે ભાગ
- રાજકોટમાં ( Rajkot) યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
- 10 જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
- 50થી વધુ દેશના પતંગ બાજો મહોત્સવમાં લેશે ભાગ
- મનપાના યજમાન પદે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
- રેસકોર્સ KDH મેદાનને લઈને હજુ પણ મનપા મૂંઝવણમાં
ઉત્તરાયણના (Uttarayan) તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના પવન સાથે ગુજરાતના આકાશને રંગબેરંગી પતંગોથી શણગારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે રાજકોટમાં (Rajkot) આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 10 જાન્યુઆરીએ યોજાશે જેવે લઈને મનપા દ્વારા તૈયારીઓ કરી દેવામા આવી છે
રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા (મનપા)ના યજમાનપદે યોજાશે, જ્યારે અગાઉ તે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થતો હતો. આ નિર્ણય પાછળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે થયેલા ફેરફારો છે.આ મહોત્સવમાં 50થી વધુ દેશોના પતંગબાજો ભાગ લેશે. વિદેશી પતંગવીરો તેમની અનોખી ડિઝાઇનવાળી પતંગો લાવશે, જેમાં જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, અમેરિકા અને યુરોપીય દેશોના કલાકારોનો સમાવેશ થશે. ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ અનેક પતંગબાજો આવશે.
રેસકોર્સ KDH મેદાનને લઈને મનપા હજુ પણ કેમ મૂંઝવણમાં
આ મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરશે અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે.જોકે, મહોત્સવના સ્થળને લઈને મનપા તંત્ર હજુ મૂંઝવણમાં છે. અગાઉ રેસકોર્સ મેદાનમાં આયોજન હતું, પરંતુ 11 જાન્યુઆરીએ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ અને વાઇબ્રન્ટ સમિટને કારણે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે. હવે ડીએચ (ધર્મેન્દ્રસિંહજી) કોલેજના મેદાનને મુખ્ય વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. મનપા તંત્ર ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.
રાજકોટના નાગરિકો અને પ્રવાસીઓ માટે આ એક મોટુ આકર્ષણ બનશે
આ મહોત્સવ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણીની શરૂઆત કરશે,રાજકોટના નાગરિકો અને પ્રવાસીઓ માટે આ એક મોટુ આકર્ષણ બનશે, જ્યાં આકાશ પતંગોથી ભરાઈ જશે અને "કાઈપો છે"ના નારા ગુંજશે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને આ મહોત્સવ રાજકોટને વૈશ્વિક પતંગ ઉડાવવાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.
આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલમાં બબાલ વચ્ચે દર્દીનું મોત, ડોક્ટરોની બેદરકારી કે બદલો?


