Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ના Arjun Jewellers માં IT વિભાગનો સર્વે, 12 કલાકથી તપાસનો ધમધમાટ

Rajkot: રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં (Mavdi Area) આવેલા જાણીતા શોરૂમ અર્જુન જ્વેલર્સ (Arjun Jewellers) પર ઇન્કમ ટેક્સ (Income Tax) વિભાગ દ્વારા સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ્વેલર્સ બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આઇટી (IT) વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ (Investigation Team) દ્વારા ગત રાતથી જ તપાસ શરૂ કરવામાં આવી છે.
rajkot ના arjun jewellers માં it વિભાગનો સર્વે  12 કલાકથી તપાસનો ધમધમાટ
Advertisement
  • Rajkot ના Arjun Jewellers માં IT વિભાગનો સર્વે
  • શહેરના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં સર્વે
  • ITની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
  • છેલ્લા 12 કલાકથી ITની ટીમ કરી રહી છે સર્વે
  • ITના અધિકારીઓ મેળવી રહ્યા છે આવક જાવકના હિસાબ

Rajkot: રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં (Mavdi Area) આવેલા જાણીતા શોરૂમ અર્જુન જ્વેલર્સ (Arjun Jewellers) પર ઇન્કમ ટેક્સ (Income Tax) વિભાગ દ્વારા સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ્વેલર્સ બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આઇટી (IT) વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ (Investigation Team) દ્વારા ગત રાતથી જ તપાસ શરૂ કરવામાં આવી છે.

Rajkot ના Arjun Jewellers પર આઇટી વિભાગના દરોડા

મળતી માહિતી મુજબ, છેલ્લા 12 કલાકથી (12 Hours) આઇટીની ટીમ અર્જુન જ્વેલર્સના શોરૂમ પર ડેરાતંબુ નાખીને બેઠી છે. ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓ દ્વારા જ્વેલર્સના તમામ નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આવક અને જાવકના (Income and Expenditure) હિસાબો મેળવવામાં આવી રહ્યા છે, જેમાં મોટી ટેક્સ ચોરીની (Tax Evasion) આશંકા સેવાઈ રહી છે.

Advertisement

Advertisement

વેપારી આલમમાં મચ્યો ખળભળાટ

મવડી મેઈન રોડ પર સ્થિત અર્જુન જ્વેલર્સ પર લાંબા સમયથી આઇટી વિભાગની નજર હોવાનું મનાય છે. દરોડા દરમિયાન અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો (Documents) અને ડિજિટલ ડેટા કબજે કર્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. હજુ પણ સર્વેની કામગીરી ચાલુ હોવાથી, આ તપાસના અંતે કેટલા કરોડના બેનામી વ્યવહારો (Unaccounted Transactions) બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: Gujarat ની શાળાઓમાં 1141 વ્યાયામ શિક્ષકોની થશે સીધી ભરતી, જાણો મુખ્ય મુદ્દા

Tags :
Advertisement

.

×