Jasdan Alpha Hostel ની ઘોર બેદરકારી: 9 વર્ષની માસૂમ આયુષીનું કરુણ મોત
Jasdan Alpha Hostel: જસદણ (Jasdan) ની આલ્ફા હોસ્ટેલ (Alpha Hostel) ની ગંભીર બેદરકારીના કારણે ભાવનગરની 9 વર્ષની માસૂમ દીકરી આયુષી (Ayushi) નું મોત નીપજ્યું છે. શીતળા અને તાવની બીમારી છુપાવી સંચાલકોએ પરિવારને જાણ કરી નહોતી. તબિયત લથડતા તેને રાજકોટ સિવિલ (Rajkot Civil Hospital) ખસેડાઈ હતી, જ્યાં તે મૃત જાહેર થઈ હતી. તંત્રની કાર્યવાહી સામે સવાલો ઊઠ્યા છે.
Advertisement
Jasdan Alpha Hostel: ગુજરાતમાં શિક્ષણ અને ટ્રેનિંગના નામે ચાલતી સંસ્થાઓની વધુ એક મોટી લાલિયાવાડી સામે આવી છે. જસદણ (Jasdan) માં આવેલી આલ્ફા હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટર (Alpha Hostel and Training Center) ની ઘોર બેદરકારીના કારણે એક 9 વર્ષની માસૂમ દીકરી આયુષી (Ayushi) એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સેન્ટરમાં સૈનિક સ્કૂલ (Sainik School) તેમજ નવોદય સ્કૂલ (Navodaya School) ની પ્રવેશ પરીક્ષાઓ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. હોસ્ટેલના કહેવાતા કડક નિયમોના કારણે માસૂમ બાળકીને તેના માતા-પિતા સાથે વાત પણ કરવા દેવામાં આવતી નહોતી, જે આખરે બાળકી માટે કાળ સાબિત થઈ છે.

