Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jetpur accident: દર્શન કરવા જતાં માર્ગમાં જ મળ્યો કાળ, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને ઉલાળ્યું, દાદા-પૌત્રનું મોત

જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવાર દાદા-પૌત્રને અડફેટે લેતા બંનેના કરૂણ મોત નીપજ્યા છે. ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શન કરવા જતી વખતે સર્જાયેલી આ દુર્ઘટનામાં 11 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ દાદાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
jetpur accident  દર્શન કરવા જતાં માર્ગમાં જ મળ્યો કાળ  પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને ઉલાળ્યું  દાદા પૌત્રનું મોત
Advertisement
  • Jetpur accident: જેતપુર-રાજકોટ હાઈવે લોહીથી ખરડાયો
  • રબારીકા ચોકડી પાસે કારની અડફેટે દાદા-પૌત્રનું કરૂણ મોત
  • કારની ટક્કર વાગતા દાદા પુલ નીચે ખાબક્યા, પરિવારમાં માતમ
  • રબારીકા ચોકડી પાસે કમકમાટીભર્યા દ્રશ્યો

Jetpur accident: જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે (National Highway) પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રબારીકા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારતા દાદા અને પૌત્રનું કરૂણ મૃત્યુ (Tragic Death) નીપજ્યું છે. ધારેશ્વર સૂર્ય મંદિર દર્શન કરવા જઈ રહેલા પરિવાર પર કાળનો પંજો ત્રાટકતા સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ઠોકર બાદ બાઈક ચાલક સીધા પુલ નીચે ખાબક્યા હતા.

Jetpur Rajkot Highway Accident_Dada Pautra Death_Gujarat 0

Advertisement

સૂર્ય મંદિરે દર્શને જતાં હતા દાદા-પૌત્ર (Accident)

ઘટનાની વિગતો મુજબ, 55 (55 Years Old) વર્ષીય બચુભાઈ લાલુ તેમના 11 (11 Years Old) વર્ષીય પૌત્ર હરદીપ લાલુ સાથે બાઈક પર સવાર થઈને ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. રબારીકા ચોકડી નજીક પહોંચતા જ એક બેફામ કાર ચાલકે તેમના બાઈકને અડફેટે (Collision) લીધું હતું. આ ગમખ્વાર ટક્કરમાં 11 વર્ષીય માસૂમ હરદીપનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

આ પણ વાંચો---- Isanpur Public School માં લોહીયાળ જંગ: વિદ્યાર્થીની આંખ ફોડી નાખી!

દાદાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Hospitalization)

અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે બાઈક ચાલક બચુભાઈ લાલુ કારની ટક્કર વાગતા જ પુલ નીચે (Under the Bridge) ખાબક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા બચુભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ ઉદ્યોગ નગર પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી લાલુ પરિવારમાં માતમ છવાયો છે.

આ પણ વાંચો---- Dharmesh Gamara murder: આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી, વીજ જોડાણ કપાયા

Tags :
Advertisement

.

×