Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jetpur Hit and Run News: બેફામ કારચાલકનો આતંક, બાઈકને અડફેટે લેતા સગીર લોહીલુહાણ

Jetpur Hit and Run News: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) શહેરમાં આવેલા અમરનગર રોડ પર આજે એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. એક અજાણ્યા કારચાલકે બાઈકને અડફેટે (Collision) લેતા હિટ એન્ડ રનની ઘટના બની છે.
jetpur hit and run news  બેફામ કારચાલકનો આતંક  બાઈકને અડફેટે લેતા સગીર લોહીલુહાણ
Advertisement
  • જેતપુર (Jetpur) ના અમરનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના
  • કારચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા
  • અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી થયો ફરાર
  • ઈજાગ્રસ્ત બાઈક સવાર જયદીપ રાઠોડ હોવાનું થયું જાહેર
  • 15 વર્ષના સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Jetpur Hit and Run News: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) શહેરમાં આવેલા અમરનગર રોડ પર આજે એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. એક અજાણ્યા કારચાલકે બાઈકને અડફેટે (Collision) લેતા હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં બાઈક સવાર જયદીપ અતુલભાઈ રાઠોડ નામના 15 વર્ષીય સગીરને ગંભીર ઈજાઓ પહોંચી છે.

Jetpur Hit and Run News-Gujarat first

Advertisement

Jetpur ના અમરનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના

ઘટનાની વિગતો મુજબ, અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર (Absconded) થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો (Local People) તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને માનવતા દાખવી ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી કાર મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

Advertisement

Jetpur Hit and Run News-Gujarat first

જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

ઇજાગ્રસ્ત જયદીપને સૌપ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર (Referred) કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા જ જેતપુર પોલીસે (Police) ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ અને વધુ તપાસ (Investigation) શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarat News Today: આજે 25 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×