Jetpur Heart Attack : કાળમુખો હાર્ટ એટેક! જેતપુરમાં રીક્ષા ચાલકનું કરૂણ મોત
ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ અર્થે ગયેલા 51 વર્ષીય આધેડનું મોત ( Jetpur Heart Attack )
વાતચીત દરમિયાન અચાનક ઢળી પડતા આધેડની અંતિમ ક્ષણો CCTVમાં કેદ
Advertisementસ્થાનિકોએ તાત્કાલિક સારવારના પ્રયાસો કર્યા
Advertisementમૃતક ઇકબાલ રીક્ષા ચલાવી પરિવારનું ચલાવતા હતા ગુજરાન
રાજકોટ જિલ્લામાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓથી લોકોમાં ભારે ચિંતા
રાજકોટ જિલ્લાના જેતપુર (Jetpur) પંથકમાં હાર્ટ એટેકનો (Heart Attack) સિલસિલો યથાવત રહ્યો છે. નવાગઢ (Navagadh) વિસ્તારમાં રહેતા અને રીક્ષા (Rickshaw) ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 51 વર્ષીય આધેડ ઇકબાલ સોલંકીનું અચાનક હાર્ટ એટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેમ છે.
Jetpur Heart Attack : ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ માટે ગયા હતા
મળતી માહિતી મુજબ, ઇકબાલ ગત રોજ નવાગઢમાં (Navagadh) આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફિસે કોઈ કામ અર્થે ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ ઓફિસમાં અન્ય લોકો સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન જ તેઓને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તેઓ સંતુલન ગુમાવી બેઠા અને ઓફિસના ફ્લોર પર ઢળી પડ્યા હતા.
Jetpur Heart Attack : જમીન પર પટકાતા ઓફિસમાં દોડધામ મચી
ઇકબાલ જમીન પર પટકાતા જ ઓફિસમાં (Office) હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આજુબાજુના લોકો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા અને તેમને ભાનમાં લાવવા માટે પાણી છાંટવા સહિતના પ્રયાસો કર્યા હતા. જોકે, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ ઇકબાલે અંતિમ શ્વાસ લીધા હતા. વ્યવસાયે રીક્ષા ચાલક (Rickshaw Driver) એવા ઇકબાલનું અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જેતપુર અને નવાગઢ પંથકમાં આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: લોન ડિફોલ્ટરના હાથમાં દેશની તિજોરી? Bangladesh Goverment ના નિર્ણયથી નિષ્ણાતો સ્તબ્ધ
આ પણ વાંચો: Tissue Donation : મૃત્યુ બાદ પણ ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન, લાખાણી પરિવારની અનોખી પહેલ


