Jetpur Property Dispute: જેતપુરમાં મિલકત વેચાણ વિવાદ, ખોડપરાના સ્થાનિકોની અશાંતધારો લાગુ કરવાની માંગ
- Jetpur Property Dispute: જેતપુરના ખોડપરામાં લોકોમાં ભારે રોષ
- સ્થાનિકોએ અશાંતધારો લાગુ કરવા કરી માંગ
- સ્થાનિકોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું
- શંકર ડેરી વિસ્તારમાં 95% હિન્દુ વસ્તી હોવાનો સ્થાનિકોનો દાવો
- ધાર્મિક હેતુ માટે દાનમાં મળેલી જગ્યા વિધર્મીને વેચાતી હોવાનો આરોપ
Jetpur Property Dispute: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર શહેરમાં મિલકત વેચાણના એક કિસ્સાએ સ્થાનિક સ્તરે મોટો વિવાદ (Controversy) જન્માવ્યો છે. જેતપુરના ખોડપરા વિસ્તારમાં આવેલી શંકર ડેરી પાસેની એક મિલકત વિધર્મીને વેચાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ એકઠા થઈને મામલતદાર (Mamlatdar) ને આવેદન પત્ર (Memorandum) સુપરત કર્યું છે. આ વિસ્તારમાં 95% વસ્તી હિન્દુ સમાજની હોવાથી ભવિષ્યમાં સામાજિક શાંતિ જોખમાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે.
ધાર્મિક હેતુની મિલકત વેચાતા વિવાદ (Religious Property Dispute)
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જે મિલકતનું વેચાણ થયું છે તે મૂળભૂત રીતે ધાર્મિક ઉપયોગ (Religious Purpose) માટે રાખવામાં આવી હતી. આ જગ્યા અગાઉ ધાર્મિક કાર્યો માટે દાન (Donation) માં આપવામાં આવી હોવાનો દાવો પણ રહેવાસીઓ કરી રહ્યા છે. ધાર્મિક હેતુ માટે ફાળવાયેલી મિલકત અન્ય ધર્મના વ્યક્તિને વેચી દેવાની પ્રક્રિયાને લોકો અનૈતિક ગણાવી રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારના વેચાણ સામે સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત (Representation) કરી હતી, છતાં મિલકતનો સોદો પાર પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો----- Surat Vesu Violent: સુરતના વેસુમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારો અને પટ્ટાબાજીનો વીડિયો વાયરલ
અશાંતધારો લાગુ કરવા ઉગ્ર માંગ (Demand for Disturbed Areas Act)
ખોડપરા વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યો છે કે ધાર્મિક જગ્યાનો દસ્તાવેજ (Sale Deed) નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ તાત્કાલિક ધોરણે રદ (Cancel) કરવા માટે વહીવટી તંત્ર સમક્ષ માંગણી મૂકવામાં આવી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવા વિવાદો રોકવા માટે આખા વિસ્તારમાં અશાંતધારો (Disturbed Areas Act) અમલી બનાવવાની રજૂઆત પણ આવેદન પત્રમાં કરવામાં આવી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી (Action) કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો----- Water : ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહી, સરદાર સરોવરમાં 72 ટકાથી વધુ પાણીનો સંગ્રહ


