Rajkot : પોલીસે રોમિયાને ભણાવ્યો "કાયદાનો પાઠ", છેડતી બાદ થયા આવા હાલ
- Rajkot ના જેતપુરમાં પોલીસે રોમિયાનું સરઘસ કાઢયું
- સગીરાની છેડતી કરાતા પોલીસે નોંધ્યો ગુનો
- પોલીસે આરોપીના ચાલવાના પણ ફાંફા કરી નાખ્યા
- અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો
- પોકસો હેઠળ નોંધાયો ગુનો
Rajkot : રાજકોટના જેતપુરમાં (jetpur) સગીરાની છેડતી કરનાર રોમિયોની શાન ઠેકાણે પોલીસ લાવી છે. સગીરાની છેડતીના આરોપી હરેશ અભિમન્યુ બાઈતનું જેતપુર શહેરના માર્ગો પર કાઢવામાં આવ્યું જાહેર સરઘસ, અને આરોપીને શહેરના રસ્તાઓ પર ફેરવીને પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું, લુખ્ખા તત્વો અને રોમિયોગીરી કરતા શખ્સોમાં કાયદાનો ડર બેસાડવા સિટી પોલીસે (city police) આકરી કાર્યવાહી કરી છે. છેડતી કરનાર આરોપી હરેશ વિરુદ્ધ પોલીસ મથકમાં પોકસોની (posco) કલમ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
છેડતી કરતા અસામાજિક તત્વોમાં ફેલાયો ફફડાટ
પોલીસે આરોપીને શહેરના મુખ્ય માર્ગો પર જાહેરમાં ફેરવીને અનોખી કાર્યવાહી કરી હતી. આ પગલાથી સમાજમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે મહિલાઓ અને સગીરાઓ સામેની કોઈ પણ પ્રકારની અશોભનીય હરકતો સહન કરવામાં નહીં આવે. આ પ્રકારની કાર્યવાહીથી કાયદાનો ડર અસામાજિક તત્વોમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા આવા ગુનાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.
Rajkot : ગઈકાલે પણ જેતપુરમાં એસટી બસમાં યુવતીની અન્ય યુવક દ્વારા છેડતી કરાઈ
ઘટનાની મળતી વિગતો અનુસાર, જૂનાગઢથી આણંદ જઈ રહેલી બસમાં એક વ્યક્તિ નશામાં ધૂત હાલતમાં સવાર થયો હતો. મુસાફરી દરમિયાન આ શખ્સે બસમાં બેઠેલી યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, શખ્સે જાહેરમાં અપશબ્દો બોલી મર્યાદા ઓળંગી હતી. જેની સામે યુવતીએ ચૂપ રહેવાને બદલે હિંમત દાખવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુવતીના વિરોધ અને મુસાફરોની રજૂઆતને પગલે બસના ચાલક-વાહકે સમયસૂચકતા વાપરી બસને સીધી જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
આ પણ વાંચો : Junagadh-Anand ST બસમાં નશાખોરનો આતંક: યુવતીની કરી છેડતી!


