Kon Banshe Gujarat No Genius: આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં મોટાભાગનું યુવાધન કલાકો સુધી સ્માર્ટફોનમાં રીલ્સ સ્ક્રોલ કરવામાં પોતાનો કિંમતી સમય વેડફી રહ્યું છે, ત્યાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા એક પ્રેરણાદાયી યુવાને મોબાઈલને જ્ઞાન અર્જનનું માધ્યમ બનાવીને એક નવી મિસાલ કાયમ કરી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા યોજવામાં આવેલા રાજ્યના સૌથી મોટા જ્ઞાનોત્સવ શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં જેતપુરના રોનક વણપરીયાએ પોતાની અદ્ભુત બુદ્ધિમત્તાના બળે પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી લીધો છે.
જેતપુરના રોનક વણપરીયાએ Kon Banshe Gujarat No Genius ના પ્રથમ પડાવમાં મેળવી સફળતા
જેતપુરમાં રહેતા રોનક વણપરીયાએ બાયોકેમિસ્ટ્રી વિષયમાં માસ્ટર્સ (Master's) ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સખત મહેનત કરીને સરકારી નોકરી મેળવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેમની આ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને નિયમિત અભ્યાસના કારણે જ તેઓ આ સ્પર્ધામાં આટલો મોટો દેખાવ કરી શક્યા છે.
30માંથી 25 સાચા જવાબ આપીને પ્રથમ પડાવ સર કર્યો
'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' સ્પર્ધાના પ્રથમ તબક્કાના પડકારને સ્વીકારીને રોનકે પોતાના જ્ઞાન અને નોલેજના પ્રતાપે જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેમણે માત્ર સમય પસાર કરવાને બદલે પ્રશ્નોના ઊંડાણપૂર્વક જવાબ આપીને કુલ 30માંથી 25 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા અને પ્રથમ રાઉન્ડમાં બાજી મારી લીધી હતી. રોનકની આ શાનદાર સફળતાથી તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં ભારે ઉત્સાહ તેમજ આનંદની લહેર છવાઈ ગઈ છે.
નાના શહેરોની પ્રતિભાને મંચ પૂરો પાડતી પહેલ
ગુજરાત ફર્સ્ટ દ્વારા નાના-નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાઓને રાજ્યભરમાં ઉજાગર કરવા માટે આ ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોમાં વિજેતા બનનાર સ્પર્ધકો માટે સ્માર્ટ વૉચ, મોબાઇલ, લેપટોપ અને આકર્ષક દેશ-વિદેશની ટૂર જેવા ઇનામોની વણઝાર રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વખતે આ સ્પર્ધામાં ગુજરાતી ભાષાની સાથે-સાથે અંગ્રેજી ભાષામાં પણ ભાગ લઈ શકાશે, જે આગામી 30 જુલાઈ સુધી ખુલ્લી છે. રોનક વણપરીયાની આ સફર સાબિત કરે છે કે જો સાચી દિશામાં મહેનત કરવામાં આવે, તો નાની જગ્યાએથી પણ મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે.
આ પણ વાંચો: Kon Banshe Gujarat No Genius : મેગા શોમાં HardikBhai Bhamaniya એ ટેલેન્ટના જોરે મારી બાજી