Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરમાં આગ ચાંપી

જૂનાગઢના વંથલીના કણજડી ગામે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ગ્રામજનોએ રોષમાં આવી ડમ્પરને આગ લગાડી દીધી છે.  ઈજાગ્રસ્ત બાઈક સવારને જૂનાગઢ સારવારમાં ખસેડાયો છે. રેતી ભરેલા ડમ્પરો મુદ્દે અગાઉથી ચાલતી માથાકૂટને પગલે આ ઉશ્કેરાટ વધુ તેજ બન્યો છે. પોલીસે હાલ અકસ્માત અને આગજની અંગે તપાસ શરૂ કરી છે.
junagadh  અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરમાં આગ ચાંપી
Advertisement
  • Junagadh ના કણજડી ગામે અકસ્માતનો બનાવ
  • જૂનાગઢના કણજડી ગામે અકસ્માતનો બનાવ
  • અકસ્માત બાદ ટોળાએ ડમ્પરમાં આગ ચાંપી

Junagadh: જૂનાગઢ જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના કણજડી (Kanajadi) ગામે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રેતી ભરેલા ડમ્પર અને બાઈક (Bike) વચ્ચે થયેલા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રોષે ભરાયેલા લોકોના ટોળાઓએ ડમ્પરને સળગાવી નાખ્યું છે.  જ્યારે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ (Serious Injuries) પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ડમ્પરોની અવરજવરથી લોકો કંટાળ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર આજે કણજડી ગામ નજીકથી એક રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતુ. ત્યારે એક બાઈક ચાલકને ડમ્પરે અડફેટે લીધો હતો. જેથી ઈજાગ્રસ્ત પામેલા બાઈક ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  બેફામ ડમ્પરોથી કંટાળેલા ટોળાએ ડમ્પરમાં આગ ચાંપી દીધી હતી.  જેથી જોત જોતમાં ડમ્પર બળીને ખાખ થઈ ગયું છે.

Advertisement

junagadh accident_GujaratFirst 222

Advertisement

ઘણા સમયથી ચાલતો હતો વિવાદ

પ્રાપ્ત માહિતી અનુસાર કણજડી ગામમાં રેતી ખનન અને ડમ્પરની હેરફેર બાબતે ગ્રામજનો અને ડમ્પર માલિકો વચ્ચે ઘણા સમયથી માથાકૂટ (Conflict) ચાલી રહી હતી. આ અકસ્માત માત્ર એક સંયોગ છે કે તેની પાછળ કોઈ જૂની અદાવત, તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી તેજ કરી છે.

આ પણ વાંચોઃ Una Firing Case માં મોટો ખુલાસો, AAP ઉમેદવાર Ajay Bambhaniya એ પોતે રચ્યું હતુ તરકટ! જાણો

Tags :
Advertisement

.

×