Kargil Vijay Diwas 2025 : નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટે ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, ભીની આંખોએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
- વર્ષ 1999માં આજના દિવસે ભારતે Kargil War માં ભવ્ય વિજય મેળવ્યો હતો
- ગુજરાત ફર્સ્ટે નેવીના પૂર્વ ઓફિસર Manan Bhatt સાથે કરી છે ખાસ વાતચીત
- મનન ભટ્ટ Kargil War પર એક પુસ્તક લખી રહ્યા છે
- Manan Bhatt કારગીલ શહીદના પરિવાર પાસેથી છેલ્લા 2 વર્ષથી માહિતી એકત્ર કરી રહ્યા છે
Kargil Vijay Diwas 2025 : વર્ષ 1999માં ભારતીય સેનાએ આજના દિવસે કારગીલ યુદ્ધ (Kargil War) માં ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં ભારતીય જવાનોના શૌર્ય અને વીરતાને આખી દુનિયાએ સલામ કરી હતી. આજના દિવસની શુભેચ્છાઓ વડાપ્રધાન મોદી (PM Modi) એ ટ્વિટર પર પોસ્ટ કરીને પણ પાઠવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ (Rajnathsinh) એ કારગીલ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આજે દેશભરમાં કારગીર વિજય દિવસની ઉજવણી જોરો શોરોથી થઈ રહી છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First) દ્વારા રાજકોટમાં રહેતા નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.
દેશના 527 જવાનો શહીદ થયા હતા
રાજકોટમાં રહેતા નેવીના પૂર્વ પેટી ઓફિસર મનન ભટ્ટ કારગીલ યુદ્ધ પર એક પુસ્તક પણ લખી રહ્યા છે. આજે કારગીલ વિજય દિવસ પર તેમણે Gujarat First સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1999 માં થયેલા કારગીલ યુદ્ધના ભવ્ય વિજયને આજે પણ લોકો યાદ કરે છે. આ યુદ્ધમાં દુશ્મન દેશને ભારતીય સેનાના જવાનોએ જબરદસ્ત લડત આપી હતી. પહાડોમાં છુપાયેલા દુશ્મનોને ભારતીય સેનાના બહાદુર જવાનોએ પાછા ખદેડ્યાં હતા. આ યુદ્ધમાં દેશના 527 જવાનો શહીદ થયા હતા. આ યુદ્ધ વિશે ગુજરાત ફર્સ્ટને જણાવતી વખતે મનન ભટ્ટ રડી પડ્યાં હતાં.
નેવીના પૂર્વ ઓફિસર લખી રહ્યા છે પુસ્તક
કદાપિ ન ભૂલી શકાય તેવા વર્ષ 1999ના કારગીર યુદ્ધ પર નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટ એક પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તક લખવા પાછળ તેઓ છેલ્લા 2 વર્ષથી અથાક મહેનત કરી રહ્યા છે. તેમણે આ યુદ્ધમાં શહીદ થયેલા પરિવારોની આપવીતી એકત્ર કરીને આ પુસ્તકમાં કંડારી છે. આ પુસ્તકના અમુક અંશો જાહેર થયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કારગીલ યુદ્ધ વિષયક અભ્યાસ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેવીમાં દેશસેવા કરી ચૂકેલા મનન ભટ્ટ જણાવે છે કે, ભારતની પીઠ પર વાર કરતા દુશ્મન દેશને ભારતના બહાદુર સૈનિકોએ સામી છાતીએ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચોઃ નવી મુંબઈમાં વિદ્યાર્થી પર હુમલો! ભાષા વિવાદે લીધો હિંસક વળાંક