Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે Khel Mahakumbh 3.0 નો આજથી પ્રારંભ, 71 લાખ ખેલાડીઓ મેદાનમાં બતાવશે જોમ

Khel Mahakumbh 3.0 kicks off in Gujarat: આજથી ગુજરાતના સૌથી મોટા ખેલમહાકુંભ 3.0નો આજથી પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલમહાકુભનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે khel mahakumbh 3 0 નો આજથી પ્રારંભ  71 લાખ ખેલાડીઓ મેદાનમાં બતાવશે જોમ
Advertisement
  1. ખેલમહાકુંભ અંતર્ગત રમતોત્સવની 24 અલગ અલગ ગેમ રમાશે
  2. ખેલાડીઓ માટે 100થી વધુ બસોની કરવામાં આવી છે વ્યવસ્થા
  3. સૌરાષ્ટ્ર યુનિ.ના એથલેટીક ગ્રાઉન્ડમાં ખેલમહાકુંભ 3.0નું આયોજન

Khelmahakumbh 3.0: આજથી ગુજરાતના સૌથી મોટા ખેલમહાકુંભ 3.0નો આજથી પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલમહાકુભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અનેક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નોંધનીય થે કે, ખેલમહાકુંભ 3.0માં રાજકોટના 2.83 લાખ સહિત રાજ્યના 71 લાખ ખેલૈયાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ ખેલમહાકુંભ અંતર્ગત રમતોત્સવની 24 અલગ અલગ રમતો રમાશે.

Advertisement

ખેલાડીઓ માટે કુલ 100 થી પણ વધારે બસોની વ્યવસ્થા

આ ખેલમહાકુંભમાં વ્યવસ્થાની વાત કરવામાં આવે તો, સરકાર દ્વારા ખેલાડીઓ માટે કુલ 100 થી પણ વધારે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટીક ગ્રાઉન્ડમાં ખેલમહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લાખોની સંખ્યામાં ખેલૈયાઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાના છે. એટલું જ નહીં પરંતુ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. આ ખેલમહાકુંભને લઈને અત્યારે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી

રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની રાજ્ય સરકારની નેમઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્પષ્ટ જણાવ્યું કે, રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની રાજ્ય સરકારની નેમ છે. વધુમાં કહ્યું કે, રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. 2002માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને રૂપિયા 352 કરોડ થયું છે. એટલું જ નહિ, 2002માં રાજ્યમાં માત્ર ત્રણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ હતા, આજે 22 જિલ્લામાં 24 સ્પોર્ટસ કોમ્પલેક્ષ છે, તેમજ નવા 13 કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં ૨૨ એકરમાં મલ્ટી યુટિલીટી સ્પોર્ટસ સેન્ટર નિર્માણાધિન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેયુ હતું.

ખેલ મહાકુંભ 3.0ને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0નો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મંત્રીઓ કુવરજીભાઈ બાવળીયા, મતી ભાનુબેન બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્યઓ અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી અઠવાડીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ 3.0ને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે 2024નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસીક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાન સ્થાપ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનએ ઉપાડ્યું છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ કહ્યું કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન અપના ભાગરૂપે 2025, 2026 તથા 2029 એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.

આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયાઃ મુખ્યમંત્રી

તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, 2010માં પ્રથમ ખેલ મહાકુંભમાં 16 લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના આ અમૃતકાળને વડાપ્રધાનએ કર્તવ્યકાળ કહ્યો છે તેમ જણાવતાં યુવાનોને રમત-ગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક આ કર્તવ્યકાળમાં છે તેવું આહવાન કર્યુ હતું.

આ તકે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ–ઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે. ગુજરાતનો ખેલાડી ખેલના મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન આ ખેલ મહાકુંભના પરિપાક રૂપે બન્યો છે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું.

DLSS થકી રાજ્યમાં 5500 ખેલાડીઓને તાલીમ અપાય છેઃ ગૃહ રાજ્યમંત્રી

હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રમત ગમત ક્ષેત્રે બદલાવ માટે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઈન સ્કૂલ યોજનામાં 230 શાળાઓમાં 1,21,520 બાળકોને સરકારી ખર્ચે સ્પોર્ટસની તાલીમ અપાઈ રહી છે. હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) થકી રાજ્યમાં 5500 ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. એક ખેલાડી પાછળ સરકાર રૂપિયા 01.68 લાખનો ખર્ચ કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાલમાં 629 એથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અપાઈ રહી છે અને એક એથ્લિટ પાછળ સરકાર રૂપિયા ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવે છે. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ ૫૫ એથ્લિટસને રૂપિયા 1.88 કરોડના ઈનામ આપવામાં આવ્યા છે.

ભવ્ય રંગારંગ કાર્યક્રમ, લેસર શો યોજાયો હતો અને આતશબાજી

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી, ગોંડલ એસ.ટી. વર્કશોપનું ઈ-લોકાર્પણ કરવા સાથે આઠ નવી હાઈટેક વોલ્વો બસને ફ્લેગઓફ પણ કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦ના શુભારંભ પ્રસંગે ઓલિમ્પિક્સ જેવો ભવ્ય રંગારંગ કાર્યક્રમ, લેસર શો યોજાયો હતો અને આતશબાજી થઈ હતી. જેણે ઉપસ્થિત સૌ લોકોમાં અનોખો જુસ્સો જગાવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભે રાજ્યમાં અનોખી રમત-ગમત સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રરમાં અનેક મહાનુભાવો પણ હાજર રહ્યાં

આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી મતિ ભાનુબહેન બાબરીયા, જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર મતિ નયનાબહેન પેઢડિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ મતિ પ્રવિણાબહેન રંગાણી તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કમલસિંહ ડોડીયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. સુ અનુપમા આનંદ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×