Khodaldham Dashabdi Mahotsav: નરેશભાઈ પટેલની મોટી જાહેરાત, શું તેઓ 2027 માં સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરશે?
- Khodaldham Kagvad ખાતે દશાબ્દિ મહોત્સવની ઉજવણી
- 19 થી 21 જાન્યુઆરી મહોત્સવની ઉજવણી
- ખોડલધામનો રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે
- રાજકોટ સરદાર પટેલ ભવનથી રથ પ્રસ્થાન કરાશે
- નરેશ પટેલ, મનસુખભાઈ માંડવીયા કાર્યક્રમમાં હાજર
- ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ ખાસ હાજરી
Khodaldham Dashabdi Mahotsav: ખોડલધામ, કાગવડના દશાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દશાબ્દિ મહોત્સવના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને અનારબેન પટેલ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Khodaldham Kagvad ખાતે દશાબ્દિ મહોત્સવની ઉજવણી
કાગવડ ખોડલધામ ખાતે આગામી 19 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2027 દરમિયાન દશાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવના ભાગરૂપે 'ખોડલ રથ' સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે, જે સમાજમાં એકતા અને સામુહિકતાનો સંદેશ પહોંચાડશે. આ પ્રસંગે ખોડલધામ દ્વારા 'અસરદાર પાટીદાર' લોગોનું પણ ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું મોટુ નિવેદન
કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ સંસ્થાને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આસ્થાને સામાજિક એકતા સાથે જોડવી એ ખોડલધામની વિશેષતા છે. માંડવીયાએ કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, "જ્યારે આપણી એકતામાં કાટ લાગ્યો હોય, ત્યારે માતાજી આશીર્વાદ આપીને તે કાટ દૂર કરવાનો માર્ગ બતાવે છે." તેમણે પાટીદાર સમાજના 'મહાજનપણા'ને જાળવી રાખવા માટે ખોડલધામને મહત્વની કળી ગણાવી હતી. આ મહોત્સવ દ્વારા સમાજમાં નવી ઉર્જાનો સંચાર થશે અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નરેશભાઈ પટેલની મોટી જાહેરાત
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદમાં તેમના ભવિષ્યના આયોજન અને સંસ્થાના વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 2009 થી સતત પ્રવાસ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોવાથી હવે2027 માં કામમાંથી આરામ લેવાની ઈચ્છા ધરાવે છે, સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના બાદ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ તેમનું સ્થાન લેશે નહીં. 2027 માં તેમની નવી ભૂમિકા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે જે માતાજીની ઈચ્છા હશે તે જ થશે. વધુમાં, સુરતમાં બીજા ખોડલધામના નિર્માણ અંગેના પ્રશ્ન પર નરેશભાઈએ કહ્યું કે આ સંપૂર્ણપણે લોકોની ધાર્મિક ભાવનાઓનો વિષય છે.
2027 માં નરેશભાઈ પટેલ શું રાજકારણમાં એન્ટ્રી કરશે?
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના 2027 ના આરામ અને નવી ભૂમિકા અંગેના નિવેદને રાજકીય ગલીઓમાં ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે. 2009 થી સતત સામાજિક અને સંસ્થાકીય કામોમાં સક્રિય રહેલા નરેશભાઈએ 2027 માં કામમાંથી 'આરામ' લેવાની જે વાત કરી છે, તેને લઈને રાજકીય વિશ્લેષકો વિવિધ અર્થઘટન કરી રહ્યા છે. લોકોમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ આરામ એ વાસ્તવમાં 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલાની એક 'નવી ઇનિંગ'ની તૈયારી છે?
કાગવડ ખોડલધામમાં દશાબ્દિ મહોત્સવ ઉજવણી
19 થી 21 જાન્યુઆરી મહોત્સવની ઉજવણી
ખોડલધામનો રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે
રાજકોટ સરદાર પટેલ ભવનથી રથ પ્રસ્થાન કરાશે
નરેશ પટેલ, મનસુખભાઈ માંડવીયા કાર્યક્રમમાં હાજર
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ ખાસ હાજરી
"ખોડલધામ સંસ્થા 10 વર્ષ પૂર્ણ થવા જઈ… pic.twitter.com/RVwj0fbOqh— Gujarat First (@GujaratFirst) May 23, 2026
અનારબેન પટેલે સ્ટેજ પરથી સંદેશ આપ્યો
કાર્યક્રમમાં અનારબેન પટેલે જણાવ્યું હતું કે, કોઈએ પણ નાની-નાની વાતોમાં દુઃખી થવાની જરૂર નથી, પરંતુ જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવીને આગળ વધવું જોઈએ. ખોડલધામની ખરી તાકાત સમાજની એકતામાં રહેલી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે ભક્તિના માધ્યમથી સમાજને એકસૂત્રે બાંધીને સાથે મળીને આગળ વધવાનો અને એકતાનો સંદેશ પ્રસરાવવાનો ખાસ અનુરોધ કર્યો હતો.
Anarben Patel | "એકતા જ ખોડલધામની ખરી તાકાત ગણાશે" | Gujarat First
રાજકોટમાં અનારબેન પટેલે સ્ટેજ પરથી સંદેશ આપ્યો
રાજકોટમાં અનાર પટેલે સ્ટેજ પરથી સંદેશ આપ્યો
"નાની નાની વાતોમાં દુઃખી ન થશો સૌ"
"સમાજને એકતા સાથે આગળ વધવા અનુરોધ કર્યો"
ભક્તિ દ્વારા એકતાનો સંદેશ પ્રસરાવવામાં… pic.twitter.com/J27PqtKcUB— Gujarat First (@GujaratFirst) May 23, 2026
આ પણ વાંચો: Digital Census news: ડિજિટલ વસ્તી ગણતરીમાં અમદાવાદનો દબદબો, નોંધણીમાં રાજ્યમાં પ્રથમ


