Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Koli Samaj Controversy: દિલ્હી અધિવેશન પહેલા મોટો ભડાકો,ગાંધીનગરમાં બાવળીયા-હીરા સોલંકીની ગુપ્ત બેઠક

Gujarat Politics News: ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે કોળી સમાજના સંગઠન અને વિકાસ મુદ્દે સૂચક બેઠક યોજાઈ હતી. દિલ્હીમાં 14 અને 21 જૂને યોજાનારા રાષ્ટ્રીય અધિવેશન પહેલા હોદ્દાની લડાઈ તેજ થઈ છે. પૂર્વ પ્રમુખ ઋત્વિક મકવાણાએ સંગઠન સામે આકરા પ્રહારો કરી સમાજ હિતમાં કામ કરનારાઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
koli samaj controversy  દિલ્હી અધિવેશન પહેલા મોટો ભડાકો ગાંધીનગરમાં બાવળીયા હીરા સોલંકીની ગુપ્ત બેઠક
Advertisement

Koli Samaj Adhiveshan Delhi : ગુજરાત (Gujarat) ના રાજકારણ અને સામાજિક ગલિયારામાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોળી સમાજ (Koli Samaj) ના આગામી રાષ્ટ્રીય અધિવેશનને લઈને ચાલી રહેલા ભારે આંતરિક વિવાદો વચ્ચે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે એક અત્યંત સૂચક અને વ્યૂહાત્મક બેઠક યોજાઈ હતી. સચિવાલયના સ્વર્ણિમ સંકુલ (Swarnim Sankul) માં યોજાયેલી આ હાઈપ્રોફાઈલ બેઠકમાં સમાજના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા (Kunvarji Bavaliya) તેમજ વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય હીરા સોલંકી (Heera Solanki) વચ્ચે બંધ બારણે લાંબી ચર્ચા થઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે અખિલ ભારતીય કોળી સમાજ (Akhil Bharatiya Koli Samaj) ના રાષ્ટ્રીય સંગઠનમાં વર્ચસ્વ અને હોદ્દા મેળવવાની લડાઈ ચરમસીમાએ પહોંચી ગઈ છે.

Tags :
Advertisement

.

×