Kristina Patel : એક તરફ ક્રિસ્ટીના પટેલનો Video, બીજી તરફ તેની માતા-પિતરાઈ ભાઈનો ઓડિયો ક્લિપ વાઇરલ
- Kristina Patel નાં પારિવારિક વિવાદમાં મોટા સમાચાર
- ક્રિસ્ટીનાનાં માતા અને પિતરાઈ ભાઈનો ઓડિયો વાઇરલ
- વાઇરલ ઓડિયોમાં બંને બોલી રહ્યા છે બેફામ અપશબ્દો
- ક્રિસ્ટીનાં પટેલે પણ વધુ એક વીડિયો, ઓડિયો ક્લીપ વાઇરલ કરી
- પિતા પરેશ પટેલના ઓડિયો ક્લીપ વાઇરલ કરીને કર્યા ગંભીર આરોપ
Rajkot : અભિનેત્રી ક્રિસ્ટીના પટેલનો (Kristina Patel) પારિવારિક ઝઘડો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ક્રિસ્ટીના પટેલે વધુ એક વીડિયો, ઓડિયો ક્લીપ વાઇરલ કરીને સુરક્ષાની ખાતરી અને ન્યાયની માગ કરી છે. ત્યારે બીજી તરફ ક્રિસ્ટીના પટેલનાં પિતરાઈ ભાઈ આનંદ પટેલ અને ક્રિસ્ટીના પટેલની માતા અંજુ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં બંને બેફામ અપશબ્દો બોલી રહ્યા છે.
ક્રિસ્ટીના પટેલે પણ વધુ એક વીડિયો, ઓડિયો ક્લિપ વાઇરલ કરી
રાજકોટમાં પારિવારિક વિવાદમાં પાટીદાર યુવતી અને અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે (Kristina Patel) વધુ એક વીડિયો, ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં તેઓ પોલીસ ફરિયાદ કરી હોવાનું અને તેની અને તેની માતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ અને સરકાર પાસે વિનંતી કરે છે. સાથે જ અભિનેત્રીએ તેના પિતા પરેશ પટેલની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ પોસ્ટ કરી છે. પરેશ પટેલની આ ઓડિયો ક્લિપમાં તેમના ભાઈનો ઉલ્લેખ કરાયો છે. ક્રિસ્ટીના પટેલે વીડિયોમાં એવું પણ કહ્યું કે, મારો પરિવાર મારા મુદ્દાને અલગ રીતે રજૂ કરી રહ્યો છે. મારો મુદ્દો હાલ મારી અને મારા મમ્મીની સુરક્ષાનો છે.
આ પણ વાંચો - Rajkot News: પાટીદાર દિકરીના મિલકતનો વિવાદ વકર્યો, સમાજના આગેવાનો પરિવારની લેશે મુલાકાત
ક્રિસ્ટીનાનાં માતા અને પિતરાઈ ભાઈની ઓડિયો ક્લિપ વાઇરલ
બીજી તરફ ક્રિસ્ટીનાની માતા અંજુ પટેલ (Anju Patel) અને પિતરાઈ ભાઈ આનંદ પટેલ (Anand Patel) વચ્ચે થયેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં બંને બેફામ અપશબ્દો બોલી રહ્યા છે. વાઇરલ ઓડિયોમાં ક્રિસ્ટીનાનાં પિતા પર ગંભીર આરોપ થયા છે. બંને વચ્ચેની વાતચીતમાં રૂપિયાની લેવડદેવડનો ઉલ્લેખ પણ થયો છે. આનંદ પટેલ કહે છે કે 9-10 લાખ રૂપિયાનો પપ્પાને ફોન હતો. જ્યારે અંજુ પટેલ કહે છે કે, સંપત્તિ નથ જોઈતી, આ માણસને સીધો કરો... ગુજરાત ફર્સ્ટ વાઇરલ ઓડિયો ક્લીપની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો, ગોંડલ કૉર્ટથી મોટો ઝટકો!
અગાઉ ક્રિસ્ટીના પટેલે વીડિયોમાં પિતરાઈ ભાઈ પર કર્યા હતા ગંભીર આક્ષેપ
જણાવી દઈએ કે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે (Kristina Patel) તાજેતરમાં એક વીડિયો બનાવી પિતાના ભાઈએ મિલકત પડાવવા ઘરમાં ઘૂસી તેણીની માતા પર હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. આ વીડિયો સાથે અભિનેત્રીએ CCTV ફૂટેજ પણ જાહેર કર્યા હતા. અભિનેત્રીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોપર્ટી પડાવી લેવા માતા અને મને હેરાન કરવામાં આવે છે. મહિલાની જીંદગી જોખમમાં હોવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી. પિતાના ભાઈ ભાજપમાં (BJP) હોવાથી પોલીસ ફરિયાદ લેતી નથી, બિપિન અમૃતિયા (Bipin Amrutiya) ભાજપના નેતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. પિતાનું મૃત્યુ થયા બાદથી પિતાના ભાઈ તેને અને તેની માતાને પરેશાન કરે છે તેવા આક્ષેપ પણ કર્યો હતો. પાટીદાર યુવતીની માતા રાજકોટમાં અને યુવતી મુંબઈમાં રહે છે.
આ પણ વાંચો - Rajkot : લાખો રૂપિયાની મગફળીની ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા, 4 ની ધરપકડ