Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

20થી વધુ સરકારી કચેરીઓમાં સાધનો માત્ર નામ પૂરતા!
surendranagar બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ
Advertisement
  • સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓ જ અસુરક્ષિત!
  • સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટીનો અભાવ!
  • ફાયર સેફ્ટીના સાધનો બંધ અને જર્જરિત હાલતમાં

સરકાર દ્વારા આગની દુર્ઘટનાના બનાવો ન બને તે માટે ખાનગી બિલ્ડિંગોમાં ફરજીયાત ફાયર સેફ્ટીના સાધનો લગાવવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગરના ખેરાળી રોડ પર બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટીના સાધનોનો બંધ અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે સરકારી કચેરીઓમાં બંધ ફાયર સેફ્ટી સાધનો રીપેરીંગ કરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વર્ષોથી ફાયર સેફ્ટીના સાધનો બંધ અને જર્જરિત હાલતમાં

સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ શહેરના ખેરાળી રોડ પર બહુમાળી ભવન ખાતે આવેલ છે. જેમાં આરટીઓ, સમાજ કલ્યાણ, રજીસ્ટ્રાર, ખાણ ખનીજ, શિક્ષણાધિકારી કચેરી સહિત અંદાજે ૨૦ થી વધુ કચેરીઓનો સમાવેશ થાય છે. આ તમામ સરકારી કચેરીઓમાં દરરોજ મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી અરજદારો પોતાના મહત્વના કામ અર્થે આવે છે તેમજ અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પણ અહી ફરજ બજાવે છે. પરંતુ આ તમામ સરકારી કચેરીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ફાયર સેફ્ટીના સાધનો બંધ અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને હાલ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની ચૂક્યા છે. ફાયર બોકસમાં અમુક જગ્યાએ પાઈપ નથી અને અમુક જગ્યાએ પાઈપ તો છે પણ બંધ હાલતમાં છે.

Advertisement

નવા ફાયર સેફ્ટીના સાધનો નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી

જ્યારે ફાયર સેફ્ટીની પાઈપલાઈનમાં વાલ્વ તો છે પરંતુ ક્યારેય ઉપયોગ ન કર્યા હોવાથી ધૂળ ખાઈ રહ્યા છે અને ખુલતા પણ નથી. આ સિવાય ઈમરજન્સી માટે લગાવવામાં આવેલ ફાયર આલાર્મ પણ બંધ હાલતમાં છે. બહુમાળી ભવન ખાતે આવેલ બે બિલ્ડિંગમાં ત્રણ માળમાં અંદાજે ૨૦ થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે પરંતુ બન્ને બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં આગ લાગવાની કોઈ મોટી દુર્ઘટના બને તો જાનહાનિ થવાની સાથે સાથે સરકારી કચેરીઓમાં રહેલા મહત્વના દસ્તાવેજ, ગામતળના રેકર્ડ, આરટીઓ કચેરીમાં લાયસન્સ, આરસી બુક સહિતના રેકર્ડ અને ડોક્યુમેન્ટ સળગી જવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

Advertisement

ફાયર સેફ્ટીના નાના સિલિન્ડરો મૂકી સંતોષ માનવામાં આવી રહ્યો છે

જ્યારે તંત્ર દ્વારા સરકારી કચેરીઓમાં માત્ર ફાયર સેફ્ટીના નાના સિલિન્ડરો મૂકી સંતોષ માનવામાં આવી રહ્યો છે અને આ સિલિન્ડરોમાં પણ નિયમિત રિફિલિંગ કરવામાં ન આવતું હોવાથી ગમે ત્યારે મોટી આગની દુર્ઘટના સર્જાઈ તેવી ભિતી સેવાઈ રહી છે ત્યારે બહુમાળી ભવન ખાતે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના બંધ સાધનો રિપેર કરવામાં આવે અથવા નવા ફાયર સેફ્ટીના સાધનો નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: Gujarat રાજ્યના શિક્ષણ મંત્રીએ AAP નેતા ચૈતર વસાવાની ઝાટકણી કાઢી

Tags :
Advertisement

.

×