
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. RMC on WhatsApp સેવાનો પ્રારંભ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વાર મનપાની ૧૭૫થી વધુ સેવાઓ RMC on WhatsApp પ્રોજેકટ વડે વોટ્સએપ પર આપવામાં આવશે. આ માટે લોકોએ મનપાના વોટ્સએપ નંબર +91-9512301973 પોતાના મોબાઈલમાં સેવ કરી Hi મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે.
RMC on WhatsAppના ઉપયોગ વડે લોકો મિલકત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો EC તેમજ RC જુદીજુદી સ્પોર્ટ્સ યુટિલિટી, મનપાની સેવાઓને લગતી ફરિયાદો, સેવાઓ માટે ફોર્મ, મનપાના ટેન્ડરો અને ભરતીઓની પણ વિગતો મેળવી શકાશે, મનપાની TP સ્કીમની યાદી અને મહત્વના ફોન નંબરોની યાદી પણ વોટ્સએપના માધ્યમથી મેળવી શકાશે. લોકો પોતાના પાછલા વર્ષોમાં ભરેલા વેરાની રસીદો અને બિલો, બાકી વેરાની રકમ વોટ્સએપ દ્વારા ડાઉનલોડ કરી શકશે.