Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Local Body Elections: 26 એપ્રિલે ચૂકશો નહીં તમારો મતાધિકાર, કલાકારો અને તબીબની ખાસ અપીલ

26 અપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન જાગૃતિ અભિયાન તેજ બન્યું છે. લોકસાહિત્યકાર સાંઈરામ દવે, હાસ્ય કલાકાર ડૉ. અવની વ્યાસ અને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ લોકોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો સંદેશ મહાનુભાવોએ આપ્યો છે.
local body elections  26 એપ્રિલે ચૂકશો નહીં તમારો મતાધિકાર  કલાકારો અને તબીબની ખાસ અપીલ
Advertisement
  • Local Body Elections: સાંઇરામ દવે અને ડૉ. અવની વ્યાસની મતદાન કરવા અપીલ
  • ડૉ.રાકેશ જોષીએ પણ અચૂક મતદાન કરવા કરી અપીલ
  • લોકશાહીને મજબૂત બનાવવા 100 ટકા મતદાનની અપીલ

Local Body Elections: ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર (Election Campaigning) તેજ કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર અને સમાજના અગ્રણીઓ દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવે તે હેતુથી જનજાગૃતિ (Public Awareness) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો પ્રેરક સંદેશ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવે (Sairam Dave) એ મતદારોને જાગૃત કરવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મતદાન કરવા આળસ ન કરો. આપણને જ્યારે જરૂર પડે ત્યારે સીધા આપણે સાંસદ પાસે જતાં નથી પણ કોર્પોરેટર કે જીલ્લા તાલુકા સદસ્ય પાસે જઈએ છીએ. જેથી આ ચૂંટણીમાં મતદાન  કરવું જરૂરી છે. તેમણે ભાર મૂકતા કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે 100 ટકા મતદાન જરૂરી છે. મતદાન મથક સુધી પહોંચીને પોતાનો કિંમતી મત આપવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

Advertisement

Advertisement

હાસ્ય કલાકાર ડૉ. અવની વ્યાસનું આહવાન

પ્રખ્યાત હાસ્ય કલાકાર ડૉ. અવની વ્યાસે (Dr. Avani Vyas) પણ મતદાન જાગૃતિના કાર્યમાં જોડાઈને લોકોને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે પોતાના અંદાજમાં સમજાવ્યું કે લોકશાહીના માળખાને (Democratic Structure) ટકાવી રાખવા માટે જાગૃત મતદાર હોવું અનિવાર્ય છે. મતદાન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. આ માત્ર એક એવો અધિકાર છે પોતિકો છે.  મતદાન આપણી સ્પેસ, પ્રાઈવસી અને અધિકાર છે.  તેમણે દરેક યુવાનો અને મહિલાઓને અપીલ કરી છે તમે તમારો મત દિલથી આપવા જાવ.

તબીબી જગતનો મતદાન માટે હુંકાર

માત્ર કલાકારો જ નહીં, પરંતુ તબીબો પણ આ અભિયાનમાં જોડાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી (Dr. Rakesh JoshiZ) એ મતદારોને સંદેશ આપતા જણાવ્યું કે, જે રીતે સ્વાસ્થ્ય માટે જાગૃતિ જરૂરી છે, તેવી જ રીતે રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે મતદાન જરૂરી છે.  તેમણે વધુમાં કહ્યું 26 એપ્રિલે ગરમી વધુ હશે. જેથી બપોરે જાવ તો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. સાથે પાણી કે છાશ લેતાં જજો. તમારા મતાઅધિકારનો  અચૂક ઉપયોગ કરજો.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ, 26 એપ્રિલે મતદાન, લોકશાહીના પર્વમાં જોડાવા 'Gujarat First News' ની ખાસ અપી

Tags :
Advertisement

.

×