Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી

તેમણે સવાલ કરતા કહ્યું કે, સતાધાર ધામનાં દરેક કાર્યક્રમોમાં ગીતાબહેનની હાજરી શાં માટે અનિવાર્ય હોઈ છે ?
rajkot   વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા   નરેન્દ્ર સોલંકી
Advertisement
  1. સતાધારના મહંત વિજયબાપુ વિવાદને લઈ વિવાદનો મામલો
  2. ચોટીલા આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી
  3. મારી અને વિજય ભગતનુ લિંગ પરીક્ષણ કરવામાં આવે : નરેન્દ્ર સોલંકી

અમરેલીમાં (Amreli) સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ (Apagiga Gadipati Vijaybapu) સામે ગંભીર આરોપો બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદ મામલે આજે BJP નેતા અને આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર સોલંકીએ (Mahant Narendra Solanki) પત્રકાર પરિષદ યોજી હતી. વિજયભગતને લખવામાં આવેલ પત્રને લઈ આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, વિજયભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કઈ નવાઈ નથી.

આ પણ વાંચો - BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

Advertisement

વિજયભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કઈ નવાઈ નથી : નરેન્દ્ર સોલંકી

સતાધારનાં મહંત વિજયબાપુ (Vijaybapu) અંગેનાં વિવાદ મામલે ભાજપ નેતા અને આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર સોલંકીએ (Mahant Narendra Solanki) આજે પત્રકાર પરિષદ યોજીને મોટા ખુલાસા કર્યા હતા. તેમણે વિજયભગતને લખવામાં આવેલ પત્રને લઈ આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, વિજયભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કઈ નવાઈ નથી. અગાઉ પણ વિજયભગત મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે. જે તે સમયે સતાધાર ગાદીનાં મહંત જીવરાજબાપુ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, વિજય ભગત તમે શાં માટે નરેન્દ્રને હેરાન કરો છો? તેને આપણું શું બગાડ્યું છે?

Advertisement

આ પણ વાંચો - જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

'મારું અને વિજય ભગતનું લિંગ પરીક્ષણ કરવામાં આવે'

નરેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું કે, જીવરાજબાપુ (Mahant Jivrajbapu) અગાઉ મારા કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી ચૂક્યા છે. આ સાથે તેમણે સવાલ કરતા કહ્યું કે, સતાધાર ધામનાં દરેક કાર્યક્રમોમાં ગીતાબહેનની (Geetaben) હાજરી શાં માટે અનિવાર્ય હોઈ છે ? ગીતાબહેન અને વિજયભગત નવરાત્રિનાં ગરબા સમયે એકબીજા સામે ઈશારા કરતા હોઇ તેનો હું પુરાવો આપવાનો છું. આ સાથે નરેન્દ્ર સોલંકીએ એવું પણ કહ્યું કે, સતાધાર ધામ ફકડ્ડ અને વિરક્તની ગાદી છે. મારું અને વિજય ભગતનું લિંગ પરીક્ષણ કરવામાં આવે. નરેન્દ્ર સોલંકીએ ગીતાબહેનની પણ શારીરિક તપાસ કરાવવામાં આવે તેવી પણ માંગણી કરી હતી. મીડિયા સાથે વાત કરતા સમયે નરેન્દ્ર સોલંકીએ તેમના પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા.

આ પણ વાંચો - HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

Tags :
Advertisement

.

×