Rajkot માં માતાએ પોતાના સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીધી
- રાજકોટમાં સામુહિક આપઘાતનો હચમચાવી દે તેવો કિસ્સો
- ઘટનામાં માતા અને બંન્ને સંતાનોના મોત નિપજ્યાં
- સમગ્ર રાજકોટ પંથકમાં અરેરાટી ઉપજાવે તેવી ઘટના
Rajkot News : રાજકોટમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામે સંતાનોને ઝેરી દવા પીવડાવીને માતાએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી છે. આ ઘટનામાં ત્રણેય લોકોનાં મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે સંતાનો સાથે માતાએ કયા કારણથી વખ ઘોળ્યું તે અંગે તપાસ આદરવામાં આવી છે.
દાહોદથી ખેત મજુરી કરવા આવ્યો હતો પરિવાર
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ દાહોદના ધાનપુર તાલુકાના મુળકાટુ ગામના રહેવાસી પતિ-પત્ની જામકંડોરણાના સનાળા ગામે વાડી વિસ્તારમાં ખેત મજુરી કરવા માટે આવ્યા હતા. તેઓ અહીં વાડી વિસ્તારમાં જ રહીને ખેતમજુરી કરતા હતા. આ પરિવારમાં પતિ પત્ની અને બે સંતાનો હતા. જેમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Ahmedabad: કામનું જે થવું હોય એ થાય! કહેવાતા નગરસેવકો પ્રજાના પૈસે શ્રીનગર જઈ મોજ કરશે
સંતાનોને દવા પીવડાવ્યા બાદ માતાએ પણ દવા પીધી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઘર કંકાસથી કંટાળીને મહિલાએ આત્યાંતિક પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. મહિલાએ પોતાના બંન્ને સંતાનોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લીધું હોવાની શક્યતા હાલ પોલીસ સેવી રહી છે. ઘટનામાં ત્રણેયનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે.
ઘરકંકાસથી કંટાળીએ ભર્યું આત્યાંતિક પગલું
પતિ કામ પરથી સાંજે ઘરે પરત ફર્યો હતો. દરવાજો ખખડાવવા છતા કોઇએ ખોલ્યો નહોતો. જેના કારણે તેણે આસપાસના લોકોને જાણ કરીને ઘરનો દરવાજો તોડ્યો હતો. જ્યાંત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા. જામકંડોરણા પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે.
આ પણ વાંચો : Banaskantha: ભારતમાલા પ્રોજેક્ટને લઈને બનાસકાંઠાના ખેડૂતો લડી લેવાના મૂડમાં, જાણો વિરોધનું કારણ
મૃતકોના નામ
સીનાબેન ઇશ્વરભાઇ (36 વર્ષ)
કાજલબેન ઇશ્વરભાઇ (6 વર્ષ)
આયુષભાઇ ઇશ્વરભાઇ (5 વર્ષ)