'ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી', બફાટ બાદ Mona Thiba એ શું કર્યો ખુલાસો?
- વૈશ્યાવૃત્તિ પર નિવેદન બાદ Mona Thiba નો ખુલાસો
- 'મારી ફિલ્મના પ્રમોશન વખતે મેં આ વાત કરી હતી'
- 'મારા નિવેદનને કારણે બઘા પ્રશ્નો ઉદભવ્યા'
Mona Thiba: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી મોના થીબા (Mona Thiba) હાલમાં તેમના એક નિવેદનને કારણે ભારે ચર્ચામાં છે. રાજકોટ (Rajkot) માં પોતાની આગામી ફિલ્મ 'શક્તિ' (Shakti) ના પ્રમોશન દરમિયાન તેમણે વેશ્યાવૃત્તિ (Prostitution) ને લઈને એક અત્યંત સંવેદનશીલ નિવેદન આપ્યું હતું. વેશ્યાવૃત્તિ જેવા વિષય પર બનેલી ફિલ્મના પ્રમોશનમાં અભિનેત્રીએ આ વ્યવસાયને 'સમાજ સેવા' (Social service) ગણાવતા સોશિયલ મીડિયાથી લઈને સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિરોધ બાદ Mona Thiba એ ખુલાસો કર્યો
અભિનેત્રી મોના થીબાના નિવેદનનો વિરોધ થયા બાદ તેમને ખુલાસો આપવો પડ્યો છે. તેમણે એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે મારી ફિલ્મના પ્રમોશન વખતે મેં આ વાત કરી હતી. મારા નિવેદનને કારણે ઘણા બધાં પ્રશ્નો ઉદભવ્યા છે. મેં ફિલ્મની વાર્તાના અનુસંધાને આ વાત કરી હતી. હું એવી સ્ત્રીઓને મળી ત્યારે તેમની મજબૂરી સાંભળી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના પુરૂષો કમાતા નથી, જેથી તેમને આવું કાર્ય કરવું પડે છે. સાથે જ મોના થીબાએ વીડિયો દ્વારા માફી પણ માંગી છે.
Mona Thiba: શું છે સમગ્ર મામલો?
ગુજરાતી અભિનેત્રી મોના થીબા રાજકોટમાં ફિલ્મ 'શક્તિ' ના પ્રમોશન માટે ગયા હતા. જ્યાં વેશ્યાવૃત્તિના વિષય પર આધારિત ફિલ્મના પ્રમોશનમાં અભિનેત્રીએ પત્રકાર પરિષદમાં કરેલા એક નિવેદને રાજ્યભરમાં વિવાદ ઊભો થયો છે. અભિનેત્રીએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા સાથે સરખાવી હતી. એટલું જ નહીં કહ્યું કે વેશ્યાવૃત્તિને કારણે સમાજમાં બળાત્કાર (Rape) જેવી ઘટનાઓ પર અંકુશ આવે છે. આ નિવેદન વાયરલ થતા જ સોશિયલ મીડિયા અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે.
રાજકોટમાં Mona Thiba ના નિવેદનથી વિરોધ
વીડિયો વાયરલ થયા બાદ પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પણ મોના થીબાના નિવેદનને વખોડ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે મોના થીબાનું નિવેદન અપરિપક્વ અને મર્યાદિત છે, સ્ત્રીઓનું સન્માન જાળવવું જોઈએ. મોના થીબાનું નિવેદન ખોટું અને અશોભનીય છે. સમાજમાં સ્ત્રીઓનું સન્માન જાળવવું જરૂરી છે.
મોના થીબાના નિવેદન પર વિજ્ઞાન જાથા લાલ ધૂમ
મોના થીબાના નિવેદન સામે વિજ્ઞાન જાથા જયંત પંડ્યાએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતુ કે વેશ્યાવૃત્તિ અને સમાજ સેવા વિરોધાભાસી છે, વેશ્યાવૃત્તિ સમાજને ભાંગવાની પ્રવૃત્તિ કરે છે. વેશ્યાવૃત્તિ આર્થિક લાભ માટે પ્રલોભન આપે છે.
આ પણ વાંચોઃ Rajkot: ફિલ્મના પ્રમોશન માટે આવેલી અભિનેત્રીનો બફાટ, મોના થીબાએ Prostitution ને ગણાવી સમાજ સેવા!
આ પણ વાંચોઃ લગ્ન પહેલાં 10 વાર જોવા જાઓ છો પછી છૂટાછેડા કેમ? પાટીદાર સ્નેહમિલનમાં Jerambapa ગરજ્યા!


