Morbi : રોંગ સાઇડ આવતા ટ્રેક્ટર વચ્ચે ST બસ વચ્ચે અકસ્માત, CCTV સામે આવ્યા
- મોરબીમાં એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત
- સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે
- મોરબી ઘાટીલા રૂટની બસને નડ્યો અકસ્માત
- રોંગ સાઈડમાં આવતા લોડર સાથે એસટી બસ અથડાઈ
- અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની નહીં
Morbi : રોંગ સાઇડ વાહન ચલાવવાના નુકશાન અંગે લોકો સારી રીતે વાકેફ હોવા છતાં પોતાની આદતો સુધારતા નથી. અને પોતાના અને અન્યના જીવનો જોખમ ઉભુ કરી દે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મોરબીમાં સામે આવી છે. જ્યાં રંગપર ગામ નજીક ટ્રેક્ટર લોડર રોંગ સાઇડ આવતું હતું, દરમિયાન સામેથી સીધી બાજુએથી આવતી એસટી બસ જોડે અકસ્માત થયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ના હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઘટનાના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે. ઘટનામાં ટ્રેક્ટર ચાલકની બેદરકારી સાફ જોવા મળી રહી છે.
View this post on Instagram
વાહનને નાનું-મોટું નુકશાન પહોંચ્યું
રોડ અકસ્માતમાં લોકોનો જીવ બચાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સડસ સુરક્ષાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ તે બાદ પણ લોકોની રોંગ સાઇડ વાહન ચલાવવાની આદતોમાં કોઇ ખાસ ફેર પડતો નથી. અને લોકો બેદરકારી દાખવતા રોંગ સાઇડ વાહન ચલાવીને પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકી દે છે. મોરબીના રંગપર ગામ નજીક આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઇડ આવતા ટ્રેક્ટર લોડર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ટ્રેક્ટર લોડર અને એસટી બસને નાનું-મોટું નુકશાન પહોંચ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.
સાચી દિશામાંથી ઓવરટેક કરવા જતા અકસ્માત
આ ઘટનાના સોશિયલ મીડિયામાં સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળ્યા અનુસાર, ટ્રેક્ટર લોડર રોંગ સાઇદ બિંદાસ્ત આવી રહ્યું છે. સામે સાચી દિશામાંથી આવતા એસટી બસ અન્ય વાહનની ઓવરટેક કરવા જાય છે. તેવામાં ટ્રેક્ટર લોડર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાય છે. આ ઘટનામાં ટ્રેક્ટર લોડર ચાલકની બેદરકારી સાફ દેખાઇ આવે છે. આ ઘટમાં કોઇ જાનહાની નહીં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો ----- Karnataka : ચાલતી ટ્રેન પકડવા ભાગ્યા કાકા અને પછી...!


