Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Morbi : યુક્રેનમાં યુદ્ધ કેદી બનેલા પુત્રને છોડાવવા માતાની સરકારને અપીલ

Morbi નો યુવક સાહિલ નિર્દોષ છે, અને તેને છોડાવવાની અપીલ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ઓક્ટોબર માસમાં રશિયા તરફથી યુક્રેનમાં યુદ્ધ લડવા ગયેલા સાહિલે શરણાગતિ સ્વિકારી લીધી હતી. સાહિલની માતાનું કહેવું છે કે, 5 ફેબ્રુઆરીના રોજ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ કેદીઓની અદબા-બદલી થઇ હતી, જેમાં સાહિલનો સમાવેશ થતો નથી.
morbi   યુક્રેનમાં યુદ્ધ કેદી બનેલા પુત્રને છોડાવવા માતાની સરકારને અપીલ
Advertisement
  • Morbi નો યુવક યુદ્ધ કેદી તરીકે યુક્રેનમાં કેદ કરવામાં આવ્યો
  • 5 ફેબ્રુઆરીએ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ કેદીઓની અદલાબદલીમા સાહિલ નથી - હસીનાબેન
  • યુક્રેન સરકાર ભારતને સોંપવા તૈયાર પણ ભારત સરકારની ઢીલી નીતિ - હસીનાબેન
  • સાહિલ નિર્દોષ છે તેને છોડાવો તેવી અપીલ કરતો વિડિયો સામે આવ્યો
  • ઓક્ટોબર મહિનામાં યુક્રેનમાં રશિયા તરફથી યુધ્ધ લડવા ગયેલાં સાહિલે શરણાગતિ સ્વીકારી લીધી હતી

Morbi : રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયા તરફથી યુદ્ધ લડવા ગયેલા કેટલાક ભારતીયોને યુદ્ધ કેદી તરીકે યુક્રેનમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. તે પૈકી એક ગુજરાતના મોરબીનો યુવાન સાહિલ માજોઠી છે, તેને પરત લાવવા માટે માતા હસીના બેન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે, માતાનું કહેવું છે કે, તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે થયેલી યુદ્ધ કેદીઓની અદલા-બદલીમાં તેમના પુત્રનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેનાથી તેઓ હતાશ છે.

Advertisement

કેદ યુદ્ધ કેદી પૈકી એક સોહિલ માજોઠી (Morbi)

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકવાના સેંકડો પ્રયત્નો છતાં, જોઇએ તેવી સફળતા હજી સુધી મળી નથી. રોજ બંનેમાંથી કોઇ બીજા દેશ પર ભીષણ હુમલો કરે છે, અને તબાહી મચાવે છે. આ વચ્ચે રશિયા અને યુક્રેન દ્વારા અસંખ્ય યુદ્ધ કેદીઓને કેદ કરવામાં આવ્યા છે. જે પૈકી એક ગુજરાતના મોરબીનો સાહિલ માજોઠી છે. પોતાના પુત્રને પરત લાવવા માટે માતા હસીનાબેન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો ------ AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો 'લેટર બોમ્બ'! RTI એક્ટિવિસ્ટો દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો ઉલ્લેખ

કેદીઓની અદલા-બદલી થઇ હતી

તાજેતરમાં સાહિલ નિર્દોષ છે, અને તેને છોડાવવાની અપીલ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ઓક્ટોબર માસમાં રશિયા તરફથી યુક્રેનમાં યુદ્ધ લડવા ગયેલા સાહિલે શરણાગતિ સ્વિકારી લીધી હતી. સાહિલની માતાનું કહેવું છે કે, 5 ફેબ્રુઆરીના રોજ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ કેદીઓની અદબા-બદલી થઇ હતી, જેમાં સાહિલનો સમાવેશ થતો નથી, તેમણે ઉમેર્યું કે, યુક્રેન સરકાર સાહિલને સોંપવા તૈયાર છે, પરંતુ ભારત સરકારની ઢીલી નીતિ છે. હસીના બેને મુખ્યમંત્રીથી લઇને રાષ્ટ્રયપતિ સુધી સાહિલને છોડાવવા માટે રજૂઆત કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો ------ Mehsana: ગૌહત્યા કેસમાં પકડાયેલા 4 આરોપીનું અલદેસણ ગામે રી-કન્સ્ટ્રક્શન કરાયું

Tags :
Advertisement

.

×