Rajkot માં કરોડોની જમીનોના 350થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો
- અસલી કચેરીમાં નકલી નો ખેલ ગુજરાત રાજ્ય નું સૌથી મોટું કૌભાંડ.
- 2001 થી 2022 સુધીમાં 350 થી વધુ નકલી લેખ લખવામાં આવ્યા
- અભિલેખાગાર. સબ રજિસ્ટ્રાર.મામલતદાર કચેરી ના કર્મચારીની સંડોવણી
Rajkot :રાજકોટ(Rajkot)માં બોગસ જમીન કૌભાંડ(Bogus land scam)નો આંકડો કરોડોમાં પહોંચે તો નવાઈ નહી. 2001 થી 2022 સુધીમાં 350 થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો થયો છે. બોગસ જમીન કૌભાંડનો આંકડો 20 હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે. અભિલેખાગાર, સબ રજીસ્ટ્રાર, મામલતદાર કચેરીનાં કર્મચારીઓની સંડોવણી ખુલી છે.
ભૂમાફિયા સુધી તપાસ લંબાય તો નવાઈ નહી
રાજકોટ પોલીસે આરોપી હર્ષ સોનીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા છે. દસ્તાવેજ બનાવવાનાં મશીન, સિલ્વર પેપર, સીપીયુ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે. 2-2 લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની વિગત સામે આવી છે. ભૂમાફિયા સુધી તપાસ લંબાય તો નવાઈ નહી.
આ પણ વાંચો -Gujarat Weather:રાજયમાં થીજવતી ઠંડીનો અહેસાસ, ડીસામાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર
રજીસ્ટ્રાર કચેરીનાં કરાર આધારીત કર્મચારીની સંડોવણી પણ આશંકા
રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી છે. જેને લઈ ખાનગી ફ્લેટના 9માં માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ ખાનગી ફ્લેટના 9માં મળે કરવામાં આવેલ તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આ તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણીની પણ આશંકા છે.
પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની ચર્ચાઓ વચ્ચે પોલીસ તપાસ તેજ બની છે. વિગતો મુજબ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકાને લઈ કચેરી દ્વારા રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.