Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિ શા માટે બન્યો હત્યારો?

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક 40 વર્ષીય શિલ્પાબેન લાલાણીની તેમના પતિ અલતાફ દ્વારા હથોડીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ પારિવારિક વિવાદ હત્યાનું કારણ હોઈ શકે છે. હાલ આરોપી પતિ ફરાર છે, જેની શોધખોળ પોલીસ કરી રહી છે.
rajkot news  હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી   પતિ શા માટે બન્યો હત્યારો
Advertisement

Rajkot News: રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. 40 વર્ષીય મહિલા શિલ્પાબેન લાલાણીની તેમના જ પતિ અલતાફ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

પારિવારિક વિવાદમાં મહિલાએ જીવ ગુમાવ્યો

પ્રાથમિક મળતી માહિતી અનુસાર આ ઘટના પાછળનું મુખ્ય કારણ પારિવારિક વિવાદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરોપી પતિએ ઉશ્કેરાટમાં આવીને શિલ્પાબેન પર હથોડી વડે હુમલો કર્યો છે. હુમલા દરમિયાન મહિલાના માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઘા થતા, તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

Advertisement

પોલીસની તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

ફરાર પતિની શોધખોળ ચાલુ

હત્યાની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા હત્યારા પતિને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ પરિવારજનોના નિવેદન નોંધીને તપાસ કરી રહી છે કે હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે.

આ પણ વાંચોઃ Bhavanagar News: ઘોઘામાં થયેલા અકસ્માત કેસમાં નવો વળાંક, શું જૂની અદાવતનો બદલો લેવા હત્યા કરી?

Tags :
Advertisement

.

×