ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

National Hair Donation Day: રાજકોટના 3 લોકોએ કર્યું પોતાના વાળનું દાન!

નેશનલ હેર ડોનેશન ડે અનોખી ઉજવણી રાજકોટના 3 લોકોએ પોતાના વાળનું દાન દર્શને પણ 12 ઇંચ લાંબા વાળનું દાન કર્યું National Hair Donation Day:આજે 7 માર્ચ નેશનલ હેર ડોનેશન ડે (National Hair Donation Da)તરીકે ઓળખાય છે. કેન્સરથી પીડાતા દર્દીઓના...
09:49 PM Mar 07, 2025 IST | Hiren Dave
નેશનલ હેર ડોનેશન ડે અનોખી ઉજવણી રાજકોટના 3 લોકોએ પોતાના વાળનું દાન દર્શને પણ 12 ઇંચ લાંબા વાળનું દાન કર્યું National Hair Donation Day:આજે 7 માર્ચ નેશનલ હેર ડોનેશન ડે (National Hair Donation Da)તરીકે ઓળખાય છે. કેન્સરથી પીડાતા દર્દીઓના...
,Donated Hair

National Hair Donation Day:આજે 7 માર્ચ નેશનલ હેર ડોનેશન ડે (National Hair Donation Da)તરીકે ઓળખાય છે. કેન્સરથી પીડાતા દર્દીઓના વાળ જલ્દી ખરી જાય છે. આવા દર્દીઓ માટે લોકો પોતાના વાળનું દાન કરતા હોય છે. આજના નેશનલ હેર ડોનેશન ડે નિમિત્તે રાજકોટમાં પણ વાળદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્સર પીડિત લોકોના અનોખી પહેલ

Rajkot ના વતની અને છેલ્લા 7 વર્ષથી ફિલ્મમેકિંગ અને મીડિયા ક્ષેત્રમાં Creative Director તરીકે કામ કરતા દર્શન પરમારે બીજીવાર કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે પોતાના 1વર્ષથી પણ વધુ સમયથી લાંબા કરેલા 12 ઇંચથી પણ વધુ લંબાઈના વાળ કપાવીને ડોનેટ કર્યા હતા. વધુમાં દર્શન પરમારનું કહેવું છે કે પહેલા મેં શોખથી લાંબા વાળ કરેલા પણ જ્યારે પહેલીવાર મેં આ વાળ કેન્સર પીડિત લોકો માટે ડોનેટ કરેલા ત્યારે મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ હતી ત્યારથી જ મેં નક્કી કરેલું કે હવે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આ રીતે લાંબા વાળ કરતો રહીશ અને કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે આ વાળને ડોનેટ કરતો રહીશ.

રાજકોટના દર્શને પણ 12 ઇંચ લાંબા વાળનું દાન કર્યું. દર્શન છેલ્લા 7 વર્ષથી ફિલ્મ નિર્માણ અને મીડિયા ક્ષેત્રમાં સક્રિય છે. તેમણે જણાવ્યું કે, "પહેલીવાર વાળદાન કર્યા બાદ મને ખુબ જ આનંદ થયો હતો.ત્યારથી,મેં નક્કી કર્યું કે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી વાળ વધારીને કેન્સર પીડિતોને દાન કરીશ."

ગણા લોકો વાળનું દાન કરવા માંગે છે, પરંતુ માહિતીના અભાવને કારણે તેઓ દાન કરી શકતા નથી. લોકો વાળની લંબાઈ, દાન કરવાની પ્રક્રિયા અને વાળ ક્યાં જાય છે? તે અંગે મૂંઝવણ અનુભવે છે.વિશ્વ અવર રિસ્પોન્સિબિલિટી ગ્રુપના સ્થાપક વિશ્વેશ જોષીએ જણાવ્યું, "12 ઇંચથી વધુ લંબાઈવાળા વાળ દાન કરી શકાય છે. દાન કરાયેલા વાળ મુંબઈની એક સંસ્થાને મોકલવામાં આવે છે, જ્યાં તેનો ઉપયોગ કેન્સર પીડિતો માટે વિગ બનાવવા માટે થાય છે. પુરુષો અને સ્ત્રીઓ બંને વાળદાન કરી શકે છે. ઘણી સ્ત્રીઓ પોતાના બધા વાળ પણ દાન કરે છે."

પુરુષ કે મહિલા કોઈપણ વાળ દાન કરી શકે છે. ગુજરાતમાં ઘણા એવા પણ કિસ્સા છે કે મહિલાઓએ સંપૂર્ણ વાળ કઢાવી અને દાન કરેલા છે. તો તમે પણ જો વાળ દાન કરીને કેન્સર પીડિતોની મદદ કરવા માંગો છો તો Visw our Responsibility નો સંપર્ક કરી શકો છો.

Tags :
Cancer PatientDonated HairHair DonateHair WigsNational Hair Donation DayRAJKOTદર્શન પરમારનેશનલ હેર ડોનેશન ડેવાળ ડોનેટ
Next Article