ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navratri 2025 : જ્યોતિર્નાથ બાપુની ચેતવણી બાદ ગરબા આયોજકનું નિવેદન

વિજયસિંહ વાળાએ કહ્યું કે, વિધર્મીઓને માતાજીની આરાધના કરવી હોય તો ભલે પરિવાર સાથે આવે અને પાસ કઢાવે...
05:26 PM Aug 14, 2025 IST | Vipul Sen
વિજયસિંહ વાળાએ કહ્યું કે, વિધર્મીઓને માતાજીની આરાધના કરવી હોય તો ભલે પરિવાર સાથે આવે અને પાસ કઢાવે...
Rajkot_Gujarat_first
  1. સનાતન ધર્મ સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુના ગરબા અંગે નિવેદનનો મામલો (Navratri 2025) 
  2. રાજકોટના સુરભી ગરબાના આયોજક વિજયસિંહ વાળાનું નિવેદન આવ્યું સામે
  3. જ્યોતિર્નાથ બાપુનાં નિવેદન સાથે હું સહમત છું : વિજયસિંહ વાળા
  4. '5 થી 10 વિધર્મીઓ માટે થઈને 95 ટકા હિન્દુઓને હેરાન કરવા યોગ્ય નથી'

Rajkot : નવરાત્રિ પર્વને (Navratri 2025) લઈ ગરબા આયોજકોને સનાતન ધર્મ સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ (Jyotirnath Bapu) ચેતવણી આપી હતી કે, વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે, પાસ વિતરણમાં આધારકાર્ડનું ચેકિંગ કરવામાં આવે અને જ ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે. જો કે, હવે આ મામલે ગરબા આયોજકની પ્રતિક્રિયા સામે આવી છે.

બાપુએ હિન્દુ સંગઠનો, ગરબા આયોજક સાથે બેઠક કરવી જોઈએ : વિજયસિંહ વાળા

સનાતન ધર્મ સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુની ગરબા આયોજકોને આપેલી ચેતવણી બાદ હવે રાજકોટના (Rajkot) સુરભી ગરબાનાં આયોજક વિજયસિંહ વાળાનું (Vijaysinh Vala) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'જ્યોતિર્નાથ બાપુના નિવેદનથી હું સહમત છું. જ્યોતિર્નાથ બાપુએ હિન્દુ સંગઠનો સાથે મળીને ગરબા આયોજકો સાથે બેઠક કરવી જોઈએ. 5 થી 10 વિધર્મીઓ માટે થઈને 95 ટકા હિન્દુઓને હેરાન કરવા યોગ્ય નથી.'

જ્યોતિર્નાથ બાપુએ Navratri 2025 ને લઈ ગરબા આયોજકોને આપી હતી ચેતવણી!

વિજયસિંહ વાળાએ કહ્યું કે, 'ગરબાનાં ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ આવે છે ત્યારે કુમકુમ તિલક કરવું જ જોઈએ. સિંગલ વ્યક્તિને પાસ આપવામાં જ આવતા નથી. વિધર્મીઓને માતાજીની આરાધના કરવી હોય તો ભલે પરિવાર સાથે આવે અને પાસ કઢાવે.' તેમણે એમ પણ કહ્યું કે, માત્ર નિવેદનબાજી ન કરવા અમારી અપીલ છે. જણાવી દઈએ કે, જ્યોતિર્નાથ બાપુએ ગરબા આયોજકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, વિઘર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે. ગરબા માટેનાં પાસનું વિતરણ કરતી વખતે આધારકાર્ડનું ચેકિંગ કરવામાં આવે. સાથે જ ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે. જ્યોતિર્નાથ બાપુએ કહ્યું હતું કે, અગાઉથી ચેતવણી આપીએ છીએ બાદમાં ન કહેતા કે ચેતવણી આપી નથી. નવરાત્રીનાં (Navratri 2025) ગરબામાં વિધર્મીઓ દીકરીઓ સુધી ન પહોંચે તે માટે તકેદારી રાખવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.

Tags :
Aadhaar CardsGarba in GujaratGarba Organizersgujaratfirst newsJyotirnath BapuKumkum TilakNavratri 2025RAJKOTSanatan Dharma SamitiTop Gujarati NewsVijaysinh Vala
Next Article