Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NEET Exam Cancelled: લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ: ગુજરાતમાં આક્રોશની જ્વાળા!

Paper Leak Scam: NEET પરીક્ષા રદ થતા ગુજરાતના સુરત, રાજકોટ અને વડોદરામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે આક્રોશ છે. 12 કલાક મહેનત કરનારા વિદ્યાર્થીઓના આંખમાં આંસુ છે અને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પેપર લીક કાંડની CBI તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં હોવાની ભીતિ સેવાઈ રહી છે.
neet exam cancelled  લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ  ગુજરાતમાં આક્રોશની જ્વાળા
Advertisement

NEET Exam Cancelled થવાથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ચિંતામાં મુકાયા
પરીક્ષા રદ થયાના સમાચાર સાંભળતા વિદ્યાર્થીઓના આંખમાં આંસુ આવી ગયા
વિદ્યાર્થીઓના માનસપટશ પર પડી ગંભીર અસર
વિદ્યાર્થીઓ 12 - 12 કલાક મહેનત કરી પરીક્ષા આપી હતી
વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

NEET Exam Cancelled: દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (National Eligibility cum Entrance Test) રદ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર ગુજરાતમાં શોક અને આક્રોશનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સુરત (Surat), રાજકોટ (Rajkot) અને વડોદરા (Vadodara) જેવા શૈક્ષણિક હબ ગણાતા શહેરોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. બે-બે વર્ષની અથાગ મહેનત અને દિવસના 12-12 કલાકના પરિશ્રમ બાદ જ્યારે અંતિમ પરિણામની આશા હતી, ત્યારે પરીક્ષા રદ થતા લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

Advertisement

સુરતમાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ

સુરત (Surat) ના અનેક કોચિંગ સેન્ટરો અને શાળાઓમાં પરીક્ષા રદ થયાના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા હતા. અનેક વિદ્યાર્થીઓના આંખમાં આંસુ આવી ગયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, "અમે સામાજિક પ્રસંગો છોડીને, રાત-દિવસ એક કરીને આ એક્ઝામ (Exam) માટે તૈયારી કરી હતી. સરકાર નેશનલ લેવલની (National Level) આટલી મહત્વની પરીક્ષામાં પણ ગંભીરતા દાખવી શકતી નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે."

Advertisement

આ પણ વાંચો: NEET UG 2026 Leak: કોણ છે પેપર લીકનો કથિત માસ્ટરમાઇન્ડ રાકેશ મંડાવરિયા? જાણો સીકરથી દેહરાદૂન સુધી ફેલાયેલા નેટવર્કની સંપૂર્ણ વિગત

નિષ્ણાત શિક્ષકોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયની વિદ્યાર્થીઓના માનસપટલ પર ગંભીર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓનો હવે પરીક્ષા તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. વાલીઓમાં પણ ચિંતા છે કે એક મહિના બાદ જ્યારે ફરી પરીક્ષા લેવાશે, ત્યારે શું ગેરેંટી કે ફરી પેપર નહીં ફૂટે? આ અનિશ્ચિતતા વિદ્યાર્થીઓને ડિપ્રેશન (Depression) તરફ ધકેલી રહી છે.

રાજકોટમાં આક્રોશ: 'પેપર લીક કરનારાઓને ફાંસી આપો'

રાજકોટ (Rajkot) માં પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી હતી. અહીં વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પેપર લીક કરનારા અસામાજિક તત્વોને કારણે પ્રમાણિક વિદ્યાર્થીઓનો મરો થઈ રહ્યો છે. રાજકોટના વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ સમગ્ર પેપર લીક કાંડની તપાસ CBI (Central Bureau of Investigation) દ્વારા કરવામાં આવે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સૂર પુરાવ્યો હતો કે જ્યાં સુધી પેપર લીક કરનારાઓ સામે કડક નીતિ અને કાયદો નહીં બને, ત્યાં સુધી આવી ઘટનાઓ અટકશે નહીં.

વડોદરામાં વાલીઓ અને શિક્ષકોની ચિંતા

વડોદરા (Vadodara) માં પણ પરીક્ષા રદ થવાના નિર્ણયને લઈને ભારે નિરાશા વ્યાપી છે. વડોદરાના વાલીઓનું કહેવું છે કે, આ માત્ર એક પરીક્ષા નથી પણ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર છે. એકાએક પરીક્ષા રદ થવાથી વિધાર્થીઓમાં માનસિક તણાવ વધશે. શિક્ષકોએ ભીતિ વ્યક્ત કરી છે કે વારંવારની પરીક્ષાઓ અને અનિશ્ચિતતાને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. અહીં પણ રજૂઆત કરવામાં આવી છે કે પેપર લીક કરનારા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું દુઃસાહસ ન કરે.

આ પણ વાંચો: NEET 2026 Leak બાદ પરીક્ષા રદ: ફરી લેવાશે પરીક્ષા, CBI કરશે તપાસ

Advertisement

.

×