NEET Exam in Gujarat: રાજકોટ અને જામનગરમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે યોજાઈ રહી છે પરિક્ષા
રાજકોટ અને જામનગરમાં ચુસ્ત પોલીસ અને CISF સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં NEET પરીક્ષા શરૂ થઈ છે. રાજકોટના 12 કેન્દ્રો પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તૈનાત છે, જ્યારે જામનગરમાં એરફોર્સ અને નેવીના 3 કેન્દ્રીય વિદ્યાલયોમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
Advertisement
NEET Exam in Gujarat: સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ મેડિકલ (Medical) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા એટલે કે NEETની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજકોટ (Rajkot) શહેરમાં આ પરીક્ષા માટે કુલ 12 પરીક્ષા કેન્દ્રો (Examination Centers) કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ (Students) ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પહોંચી ગયા હતા. પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે.

