Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nyari Dam Accident Case : આખરે પોલીસ જાગી! એક સગીર સહિત બેની કરી અટકાયત

યુવકનાં મોત બાદ પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.
nyari dam accident case   આખરે પોલીસ જાગી  એક સગીર સહિત બેની કરી અટકાયત
Advertisement
  1. રાજકોટના Nyari Dam Accident Case માં આખરે પોલીસ એક્શનમાં આવી
  2. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ પોલીસે પગલાં ભર્યાં
  3. પોલીસે એક સગીર આરોપીની અટકાયત કરી હોવાનાં સમાચાર
  4. રાજુભાઈ દવેનાં પરિવારજનનાં એક સગીરની અટકાયત કરી
  5. પોલીસે પ્રવિણસિંહ જાડેજાની પણ કરી અટકાયત

રાજકોટના (Rajkot) ન્યારી ડેમ અકસ્માત કેસમાં (Nyari Dam Accident Case) મોટા સમાચાર આવ્યા છે. ઇજાગ્રસ્ત યુવકનાં મોત બાદ પોલીસ હરકતમાં આવી છે અને એક સગીર આરોપીની અટકાયત કરી છે. પોલીસે (Rajkot Police) રાજુભાઈ દવેનાં પરિવારજનનાં એક સગીરની અટકાયત કરી છે. સાથે પ્રવિણસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) અહેવાલ બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે એક સગીર આરોપીની અટકાયત કરી

રાજકોટનાં (Rajkot) ન્યારી ડેમ અકસ્માત કેસમાં (Nyari Dam Accident Case) ગંભીર ઇજાઓ થતાં પરાગ ગોહેલનું 7 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. આ કેસમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા સતત અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે. યુવકનાં મોત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેમ જણાવ્યું છે. આ મામલે, પોલીસ હવે હરકતમાં આવી છે અને એક સગીરની અટકાયત કરી છે. માહિતી અનુસાર, પોલીસે રાજુભાઈ દવેના પરિવારજનનાં એક સગીરની અટકાયત કરી છે. ઉપરાંત, આરોપી પ્રવિણસિંહ જાડેજાની પણ અટકાયત કરી છે. પોલીસને ગુમરાહ કરવા બાબતે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Nyari Dam Accident Case : 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત

Advertisement

આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો

ન્યારી ડેમ રોડ પર ગત 21 માર્ચનાં રોજ પૂરઝડપે આવતી એક સફેદ કલરની કારે એક્ટિવા સવાર યુવક પરાગ ગોહેલને અડફેટે (Nyari Dam Accident Case) લીધો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં પરાગ ગોહેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. યુવકનાં મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. જો કે, પરિવારજનોએ ન્યાયની માગ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવો નિર્ણય કર્યો છે. પીડિત પરિવાર સાથે મોટી સંખ્યામાં સમાજનાં લોકો અને આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ

'ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે'

માહિતી અનુસાર, ખાનગી હોસ્પિટલ ખાતે પોલીસ (Rajkot Police) મૃતદેહનું પંચનામુ કરવા પહોંચી હતી. મૃતદેહને ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ કેસમાં પીડિત પરિવારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊઠાવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ અકસ્માતમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે, ઘટનાનાં CCTV ફૂટેજ અને પોલીસનાં નિવેદન અને દાવાઓમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે. આથી, આ કેસમાં પોલીસની તપાસનું વલણ પણ શંકા ઉપજાવે એવું છે. આ કેસમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો અનેક રહસ્ય ઉજાગર થઈ શકે તેમ છે.

આ પણ વાંચો - Rajkot Nyari Dam accident: ગુજરાત ફર્સ્ટના અહેવાલે ખોલી પોલીસની પોલ, પીડિતને મળ્યો ન્યાય

Tags :
Advertisement

.

×