Gondal Marketing Yard માં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો!
- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક
- ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો
- ડુંગળીના ભવમાં 400નું ગાબડું પડ્યું
Gondal Marketing Yard: ગોંડલ માર્કેટિંગ યાર્ડ(GondalMarketingYard)માં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો : યાર્ડમાં ડુંગળીના ત્રણ લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડ લાલ ડુંગળી ઉભરાયું હતું : યાર્ડમાં ડુંગળીની હરાજીમાં માત્ર સાત દિવસમાં જ રૂ. 300 થી રૂ. 400નું ગાબડું પડ્યું હતું.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડ બહાર ગઈકાલ સવારથી સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત 9 વાગ્યા સુધીમાં અંદાજે 2500 થી વધુ વાહનોની 10 થી 12 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે ત્રણ લાખ કટ્ટાની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 400 જેટલા વાહનોની લાઈનો લાગી હોય વહેલામાં વહેલી તકે તેમની આવક કરવામાં આવશે. યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો -સુરત બાદ હવે Morbi માંથી Bogus Doctors ઝડપાયા, એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન જપ્ત
ડુંગળીની આવક પુષ્કળ થતા ભાવમાં ઘટાડો થયો હતો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં માત્ર ડુંગળીના 10 લાખ થી વધુ કટ્ટાની આવક થવા પામી હતી.આજરોજ ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક પુષ્કળ પ્રમાણમાં આવક થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનું એકમાત્ર કારણ સમગ્ર ભારતમાં ડુંગળીની પુષ્કળ આવકને કારણે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો. ગોંડલ યાર્ડમાં સાત દિવસ પહેલા હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી 850 સુધી બોલાયો હતો. ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક કરવામાં આવતા ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. આજરોજ ડુંગળીની હરાજીમાં 20 કિલોનો ભાવ માત્ર રૂ.100 થી રૂ. 481 સુધીનો બોલાયો હતો. માત્ર સાત દિવસની અંદર જ હરાજીમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જવા પામ્યો હતો.
આ પણ વાંચો - Bharuch : ગુજરાતને કલંકિત કરતી ઝઘડિયા દુષ્કર્મ ઘટના અંગે પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું ?
ડુંગળીના ભાવે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની પુષ્કળ આવક સાથે હરાજીમાં ડુંગળીની બજાર અડધી થઈ જતા ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘુ જેવો માહોલ સર્જાયો હતો. ડુંગળીની હરાજીમાં ભાવમાં ઘટાડાની સાથે ભાવ પણ સાવ તળિયે બેસી જતા ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવતી પણ બની છે.
અહેવાલ-વિશ્વાસ ભોજાણી-ગોંડલ