Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Padminiba Honeytrap Case : પોલીસની મોટી કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ

Padminiba Honeytrap Case : મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
padminiba honeytrap case   પોલીસની મોટી કાર્યવાહી  પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ
Advertisement
  1. રાજકોટનાં ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં કાર્યવાહી (Padminiba Honeytrap Case)
  2. ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ કરી
  3. મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ પોલીસ પકડથી દૂર
  4. પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવડીયાની ધરપકડ

રાજકોટનાં (Rajkot) ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સામે હનીટ્રેપની ફરિયાદ (Padminiba Honeytrap Case) મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ગોંડલ પોલીસે (Gondal Police) પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જો કે, મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ પોલીસ પકડથી દૂર છે. ગોંડલનાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માંગણી, મકાન પડાવવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ છે. આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આરોપ હતો. જો કે, આ મામલે સામે પક્ષે તેજલ છૈયાએ પણ ગઈકાલે છેડતીની વળતી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા સામે હનીટ્રેપનો મામલે, સામે પક્ષે યુવતીએ પણ નોંધાવી ફરિયાદ

Advertisement

Advertisement

નિવૃત્ત વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માગ કરી હોવાનો આરોપ

રાજકોટમાં 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ રમેશ અમરેલીયાએ બે દિવસ પહેલા ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) સહિત કુલ 5 લોકો સામે હનીટ્રેપનાં આરોપ સાથે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Gondal City B Division Police Station) ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ કરાયો હતો કે, તેજલ છૈયા નામની યુવતી દ્વારા પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી કરી, મકાન પચાવી પાડવાની ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સાથે જ આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, પદ્મિનીબા વાળાએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ

ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ કરી

આ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ કરી છે. આરોપીઓમાં પદ્મિનીબા, સત્યજિતસિંહ, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયા સામેલ છે. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે. જણાવી દઈએ કે, ગઈકાલે તેજલ છૈયાએ પણ ફરિયાદી રમેશ અમરેલીયા સામે વીડિયો કોલ પર અવારનવાર બીભત્સ માંગણીઓ કરી હોવાનાં આક્ષેપ સાથે વળતી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે (Padminiba Honeytrap Case) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot Accident : સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ, 3 જીવતા ભડથું થયા, 3 ગંભીર

Tags :
Advertisement

.

×