ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : સમાજનાં દીકરાઓ લાકડી ખાતા હોય ત્યારે અલ્પેશ ઢોલરિયાએ પડખે રહેવું જોઈએ : જિગીષાબેન પટેલ

તેમણે સ્વ.વિનુભાઈ શિંગાળાના જન્મદિવસને 'પ્રતિશોધ દિવસ' તરીકે માનવા જણાવ્યું હતું.
11:26 PM Apr 09, 2025 IST | Vipul Sen
તેમણે સ્વ.વિનુભાઈ શિંગાળાના જન્મદિવસને 'પ્રતિશોધ દિવસ' તરીકે માનવા જણાવ્યું હતું.
Gondal_gujarat_first
  1. સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ પ્રમુખ, ગુજરાત આંતરરાષ્ટ્રીય કુર્મી સેના પ્રમુખ જિગીષાબેન પટેલ Gondal પહોંચ્યા
  2. જિગીષાબેન પટેલ ગોંડલમાં આવતા જ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો!
  3. જયરાજસિહ જાડેજા અને અલ્પેશ ઢોલરિયાને આડે હાથ લીધા, કહ્યું- ગોંડલ ભયમાં છે..!

ગોંડલ (Gondal) ખાતે રાજુભાઇ સખીયાની ઓફિસે આવેલા સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ પ્રમુખ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કુર્મી સેના પ્રમુખ જિગીષાબેન પટેલે (Jigishaben Patel) પત્રકાર પરિષદ યોજી હતી અને મુખ્યત્વે જયરાજસિહ જાડેજા તથા અલ્પેશ ઢોલરિયા સામે નિશાન તાકી આ લોકોએ ગોંડલને બાનમાં લીધુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે સ્વ.વિનુભાઈ શિંગાળાના જન્મદિવસને 'પ્રતિશોધ દિવસ' તરીકે માનવા જણાવ્યું હતું. દરમિયાન, સ્વ. પોપટભાઈ સોરઠીયા (Popatbhai Sorathia) અને વિનુ શિંગાળાની પ્રતિમા મુકવા માંગ પણ કરાઈ હતી.

આ પણ વાંચો - આજે તેઓ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે : CR Patil

ગોંડલમાં એવી સ્થિતી છે કે કોઇ અવાજ ઉઠાવે તો દબાવી દેવાય છે : જિગીષાબેન પટેલ

જિગીષાબેન પટેલે ગોંડલમાં લોકો ભયનાં ઓથાર હેઠળ જીવતા હોવાનું કહી કહ્યું કે, વિનુભાઈ શિંગાળા એ ગોંડલને (Gondal) ભયમુકત કરવા પ્રયત્ન કર્યા હતા. આજે ગોંડલમાં એવી સ્થિતી છે કે કોઇ અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગોંડલ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વ. વિનુભાઈ શીંગાળાની પ્રતિમાની સ્થાપના કરી સામાજિક સંઘર્ષ અને સમાજના બલિદાનના ઇતિહાસ અંગે આવનારી પેઢી જાણી શકે તે માટે નો છે. જિલ્લાનાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે સંકલન કરી સ્થળ અને સમય નક્કી કરશે એ મુજબ આગામી કાર્યક્રમ ટુંક સમયમાં નક્કી કરાશે.

'વિનુભાઈની વિચારધારાને ફરી પાછી જીવંત કરવાનો મારો એક પ્રયાસ છે'

દરમિયાન, જિગીષાબેન પટેલે (Jigishaben Patel) જણાવ્યું હતું કે, વિનુભાઈ શીંગાળાએ સમાજને ભયમુકત કરાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. આજે ક્યાંકને ક્યાંક ફરી પાછો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. વર્ષો થયા આ માહોલ ચાલતો આવે છે. અમને પણ એવું લાગે છે થોડા સમયમાં જે કાંઈ ઘટનાઓ બની એ ઘટનાઓને લઈને અમને એવું લાગે છે કે ફરી પાછી આ મુહિમ ઉપાડવી જોઈશે. વિનુભાઈની (Vinubhai Shingala) જન્મજ્યંતિએ સમાજને ભય મુકત કરવા એટલે કે વિનુભાઈની વિચારધારાને ફરી પાછી જીવંત કરવાનો મારો એક પ્રયાસ છે. ગોંડલની જનતા ભયમુકત બને અને અવાજ ઉઠાવે તેવા પ્રયાસ છે.

આ પણ વાંચો - ડોલરીયો ડાયરો...જામનગરમાં રાજભા ગઢવીને ડોલરનો હાર પહેરાવાયો

18 વર્ણનાં હત્યારા સામેની આ લડત છે : જિગીષાબેન પટેલ

તેમણે આગળ કહ્યું કે, આ વાત ખાલી પાટીદારોની નથી, અઢારેય વરણનાં લોકોની વ્યથા છે કે જે પણ અવાજ ઉઠાવે છે એ લોકોનો અવાજ ક્યાંકને ક્યાંક દબાવી દેવામાં આવે છે. જિગીષાબેન પટેલે ચાલુ પ્રેસ કોન્ફ્રન્સમાં એક ફાઇલ પણ મીડિયા સામે બતાવી અને કહ્યું કે, મારી પાસે આરોપીની આખી ફાઇલ છે, આ ચીઠો છે અને લોકોની સામે ઊજાગર કરો. આમાં એની તમામ કુંડળી છે અને તેની સામે કેટલા બધા કેસો છે તેની મહિતી છે. તેમણે આરોપ લગાવી આગળ કહ્યું કે, ગોંડલનો (Gondal) એક મોટો પ્રશ્ન એ પણ છે અહીં નાના ખેડૂતોની જમીન હડપી લેવામાં આવે છે. ખેડૂતો પાસે સસ્તા ભાવની જમીનો લઇને બહાર બીજે વધારે ભાવમાં કરોડો રૂપિયામાં વેચી દેવામાં આવે છે.

અલ્પેશ ઢોલરિયા ઉપર પણ કર્યા આકરા પ્રહાર!

જિગીષાબેન પટેલે (Jigishaben Patel) કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને (Jayarajsinh Jadeja) જયંતિભાઈ ઢોલ આગળ લાવ્યા હતા. પરંતુ, આજે જયંતિભાઈ ઢોલની હાલત કેવી છે તમને બધાને ખબર છે. તેમણે અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholaria) પર પણ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, સમાજના દીકરાઓ લાકડી ખાતા હોય ત્યારે ઢોલરિયાએ પડખે રહેવુ જોઈએ. તેમણે કહ્યું કે, મારી લડાઈ કોઈપણ સમાજ સાથે નથી, મારી લડાઈ અન્યાય સામે અને આરોપીની સામે છે. ઘણા લોકો છે કે જે પાટીદાર વચ્ચે ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઊભો છે. ઘણા જ ક્ષત્રિયોના ફોન આવ્યા છે કે બેન તમે જે કરી રહ્યા છો એ સાચું કરી રહ્યા છો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Gandhinagar : રાજયના 16 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ, જાણો લિસ્ટ

Tags :
Alpesh DholariaGondalGUJARAT FIRST NEWSJayarajsinh JadejaJigishaben PatelJoint Moral Human Rights Committee and President of the Gujarat International Kurmi SenaRAJKOTTop Gujarati NewsVinubhai Shingala
Next Article