ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા, ઝડપાઇ કરોડોની વીજચોરી

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા ડિસેમ્બર મહિનામાં 28.97 કરોડની વીજ ચોરી pgvcl દ્વારા દરોડા પાડવામાં આવ્યા PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે...
11:20 AM Jan 08, 2025 IST | Hiren Dave
સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા ડિસેમ્બર મહિનામાં 28.97 કરોડની વીજ ચોરી pgvcl દ્વારા દરોડા પાડવામાં આવ્યા PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે...
PGVCL Drive

PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ 7668 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડની ચોરી પકડી હોવાનું ખૂલ્યું છે.

રાજ્યમાં વીજચોરીને લઈ મોટી કાર્યવાહી

રાજ્યમાં વીજચોરીને લઈ મોટી કાર્યવાહી સામે આવી છે. વિફતો મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા યોજવામાં આવેલ ડ્રાઇવમાં વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો વગેરે ગેરરીતી સામે આવી હતી. જેમાં ડિસેમ્બર મહિનામાં PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી છે. જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો -Gondal પોસ્ટ ઓફિસમાં અધિકારી પર થયો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

 

વીજચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી

નોંધનિય છે કે, સૌથી વધુ રકમની વીજચોરી ભાવનગરમાંથી પકડાઈ છે. આ તરફ 7 હજાર 668 વીજ જોડાણ વિરુદ્ધ PGVCLની કાર્યવાહીથી વીજચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
ElectricityElectricity BillGujarat ElectricityGujarat FirstGujarat power companyGujaratFirstKutchpower billRaidSaurashtravij chori
Next Article