Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Piyush Goyal: PM નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ પર બોલ્યા કેન્દ્રીય મંત્રી, મહત્વના કાર્ય કરવા બદલ પાઠવ્યા અભિનંદન

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ હાલ ગુજરાતમાં છે. તેમણે રાજકોટ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. પિયુષ ગોયલે વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને ખૂબ મહત્વની ગણાવી હતી.
piyush goyal  pm નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ પર બોલ્યા કેન્દ્રીય મંત્રી  મહત્વના કાર્ય કરવા બદલ પાઠવ્યા અભિનંદન
Advertisement
  • Piyush Goyal: પિયુષ ગોયલનું નિવેદન
  • ગુજરાત મુલાકાતને ગણાવી મહત્વની
  • હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છુંઃ પિયુષ ગોયલ

Piyush Goyal: ગુજરાતમાં હાલ બે-ત્રણ મોટા મોટા ઈવેન્ટ થયા છે. આ ઈવેન્ટ (Event) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) ના ગુજરાત પ્રવાસ દરમિયાન થયા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ કાર્યક્રમો આયોજીત કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

Piyush Goyal: શું કહ્યું પિયુષ ગોયલે

રાજકોટમાં હાલ રિઝનલ વાયબ્રન્ટ સમિટ (Regional Vibrant Summit) ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું કે બે દિવસમાં તેમણે બે મહત્વના કાર્યો પૂર્ણ કર્યા છે. પીએમ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. અને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર, કચ્છ રિઝનલ સમિટનું ઉદ્દઘાટન કરી વિકાસ યાત્રાની નવી શરૂઆત કરાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આ પ્રકારની રિઝનલ સમિટના માધ્યમથી ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. જો કે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીએ ટેરિફ (Tariff) વિવાદ પર કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

Advertisement

આ પણ વાંચો-  Ahmedabad : ભારત અને જર્મની વચ્ચે ટેકનોલોજી સહયોગ વધુ મજબુત થયો - PM મોદી

Advertisement

Piyush Goyal: પિયુષ ગોયલે મહત્વની ચર્ચા કરી

રાજકોટમાં આયોજીત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભાગ લીધો હતો. નિઃશુલ્ક વીજળી યોજના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી સહિત કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ (Cabinet Minister Hrishikeshbhai Patel), જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પિયુષ ગોયલે ઉર્જા ક્ષેત્રે વિસ્તૃત ચર્ચા કરી હતી. પિયુષ ગોયલે કહ્યું હતું કે, વર્ષ 2014માં જે સૌર ઉર્જા બનતી હતી તેની ક્ષમતા હવે વધીને 50 ગણી થઈ ગઈ છે. સૌર ઉર્જા (Solar energy) ક્ષેત્રે ગુજરાત મોડેલ પહેલાથી જ છે. પિયુષ ગોયલે ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે, હું ઉર્જા મંત્રી બન્યો ત્યારે 10માં જ દિવસે ગુજરાત આવ્યો હતો.

આ પણ વાંચો-  Regional Vibrant Gujarat Summit : રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ અંબાણીનું નિવેદન, આપ્યા આ 5 વચન!

Tags :
Advertisement

.

×