Amrut Bharat Station Scheme: રાજકોટને પીએમ મોદીની મોટી ભેટ,ભક્તિનગર રેલવે સ્ટેશનનું 17 જુલાઈએ ઉદ્ઘાટન
Amrut Bharat Station Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઈએ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. 'અમૃત ભારત યોજના' હેઠળ 2૬.80 કરોડના ખર્ચે આ સ્ટેશનનું આધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને હવે સ્ટેશન પર એરપોર્ટ જેવી લિફ્ટ, વેઈટિંગ રૂમ અને વિશાળ પાર્કિંગ સહિતની વૈશ્વિક સુવિધાઓ મળશે.
Advertisement
Amrut Bharat Station Scheme: રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભક્તિનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Railway Station) નું કાયાકલ્પ થઈ ચૂક્યું છે. આગામી 17 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ નવનિર્મિત સ્ટેશનનું વર્ચ્યુઅલ માધ્યમથી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. અંદાજે 26.80 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ સ્ટેશનને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેનો દેખાવ એરપોર્ટ જેવો ભવ્ય લાગે છે.

