Rajkot : 1680 પોલીસ જવાનોની તૈનાતી, પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર
- ધૂળેટી પર્વને લઈ Rajkot પોલીસ એક્શન મોડમાં આવી
- આવતીકાલે 1680 પોલીસ જવાનો તૈનાત રહેશે
- જો કોઈ ખાનગી આયોજન હોય ત્યાં પણ પેટ્રોલિંગ કરાશે : DCP
- ધૂળેટી અને શુક્રવાર હોવાથી પોલીસે શાંતિ બેઠક પણ યોજી : DCP
આજે પવિત્ર હોળીનો (Holi 2025) તહેવાર છે અને આવતીકાલે લોકો ધૂળેટીની (Dhuleti 2025) ઉત્સાહભેર ઉજવણી કરશે. જો કે, ધૂળેટી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ પૂર્વ માહોલમાં લોકો ધૂળેટીની ઉજવણી કરી શકે તે માટે રાજકોટમાં (Rajkot) પોલીસ તંત્ર સજ્જ થયું છે. ધૂળેટીનાં દિવસે પોલીસની અલગ-અલગ ટીમો વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે અને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી બાઝ નજર રાખશે. આ મામલે રાજકોટ DCP એ માહિતી આપી છે.
આ પણ વાંચો - Gondal : રાજકુમાર જાટના મોતને લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
હોળી ધુળેટી અંગેનું જાહેરનામું#Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/eahXm7feCF
— Rajkot City Police (@CP_RajkotCity) March 7, 2025
આવતીકાલે 1680 પોલીસ જવાનો તૈનાત રહેશે
રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે (Partharajsinh Gohil) પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, આવતીકાલે ધૂળેટીનો પૂર્વ હોવાથી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો ધૂળેટીનો પર્વ ઊજવી શકે તે માટે પોલીસે વિવિધ ટીમો બનાવી છે જે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. આવતીકાલે 1680 પોલીસ જવાનો તૈનાત રહેશે. સાથે સંવેદનશીલ વિસ્તારોમાં એસઓજી પોલીસ (Rajkot SOG Police) દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ પણ કાર્યરત રહેશે.
આ પણ વાંચો - Dakor : હોળી અને ફાગણી પૂનમને લઈ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા
કોઈ ખાનગી આયોજન હોય ત્યાં પણ પેટ્રોલિંગ કરવા સૂચન : DCP ક્રાઈમ
રાજકોટ DCP ક્રાઈમે વધુમાં જણાવ્યું કે, ખાનગી આયોજનની કોઈ લાઇસન્સ શાખા પાસે મંજૂરી માંગવામાં આવી નથી. દરેક પોલીસ સ્ટેશનમાં પણ સૂચન અપાયાં છે કે જો કોઈ ખાનગી આયોજન હોય ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવે. આવતી કાલે ધૂળેટી અને શુક્રવાર હોવાથી હિંદુ અને મુસ્લિમ આગેવાનો સાથે પોલીસે શાંતિ બેઠક પણ યોજી હતી.
આ પણ વાંચો - VADODARA : વિવાદીત પોલીસ કર્મીઓ પર બદલીનો કોરડો વીંઝાયો