Amreli: લેટર કાંડ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો, જાણો વિવિધ કાર્યક્રમની ગતિવિધિ
- પાટીદાર દીકરી પાયલ મુદ્દે અમરેલીમાં આજે ચર્ચાનો ચોરો યોજાશે
- જાહેરમાં લેટર કાંડના લેટર અંગે ચર્ચા કરવાનો કાર્યક્રમ
- પાટીદાર દીકરી પાયલ મુદ્દે અમરેલીમાં કાલે ધરણા યોજાશે
Amreli : અમરેલીમાં લેટર કાંડ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં પાટીદાર દીકરી પાયલ મુદ્દે અમરેલીમાં આજે ચર્ચાનો ચોરો યોજાશે. તેમાં અમરેલીના રાજકમલ ચોકમાં સાંજે 6 કલાકે કાર્યક્રમ યોજાશે. જાહેરમાં લેટર કાંડના લેટર અંગે ચર્ચા કરવાનો કાર્યક્રમ છે. તેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આરોપ સાથે ટ્વીટ કર્યું છે. ત્યારે ચર્ચાનો ચોરો અંતર્ગત પુછવાના સવાલ સામે આવ્યા છે. તેમાં કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો?નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા? પોસ્ટરમાં દારૂનું દૂષણ, હપ્તાખોરી, ખનીજચોરીના મુદ્દા જો કે ચર્ચા કોણ કોની સાથે કરશે તે અંગે સ્પષ્ટતા નહીં!
અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટી મુદ્દે ગરમાયું રાજકારણ
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ AAP અને કોંગ્રેસને લીધી આડેહાથ
યુવતીએ મેડિકલ તપાસનો ઇનકાર કરતા હવે ભાજપે કર્યા આકરાપ્રહાર
AAP અને કોંગ્રેસે રાજકીય વેગ આપવાનો પ્રયાસ કર્યો: યજ્ઞેશ દવે
યુવતીના નામે રાજકીય ફાયદો લેવાનો પ્રયાસ:… pic.twitter.com/Qo5c5Yeh3n— Gujarat First (@GujaratFirst) January 8, 2025
અમરેલીના નકલી લેટર કાંડ મુદ્દે RTI એક્ટિવિસ્ટ મેદાને આવ્યા
ઉલ્લેખનીય છે કે અમરેલીના નકલી લેટર કાંડ મુદ્દે RTI એક્ટિવિસ્ટ મેદાને આવ્યા છે. જેમાં RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ CMને પત્ર લખ્યો છે. તેમાં સમગ્ર લેટર કાંડની તપાસ IPS નિર્લિપ્ત રાયને સોંપવા માગ કરી છે. કૌશિક વેકરિયાને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ આરોપીઓને દુષ્પ્રેરણા આપી બદનામી કરતા હોવાનો દાવો છે. સરકાર આ ઘટનાના મૂળ સુધી જઈને કાયદેસરના પગલા ભરે તેવી માગ કરી છે.
પાટીદાર દીકરી પાયલ મુદ્દે અમરેલીમાં કાલે ધરણા યોજાશે
પાટીદાર દીકરી પાયલ મુદ્દે અમરેલીમાં કાલે ધરણા યોજાશે. તેમજ નારી સ્વામિભાન આંદોલન અંતર્ગત 24 કલાકના ધરણા કરવામાં આવશે. અમરેલીના રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યાથી ધરણા છે. પીડિત પાયલને ન્યાય અપાવોના લખાણ સાથે પોસ્ટર તૈયાર કરાયા છે. તેમજ વાયરલ પોસ્ટરમાં ધરણાના આયોજકનું નામ લખવામાં આવ્યું નથી. તેમજ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત 8 મુદ્દાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
લેટરકાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે સીટની રચના કરવામાં આવી
અમરેલીના લેટરકાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે સીટની રચના કરવામાં આવી છે. જેમાં અમરેલી SP સંજય ખરાતેએ સીટની રચના કરી છે. તેમાં DySP એ.જી.ગોહિલ, મહિલા PI, મહિલા PSIનો સીટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં યુવતીના ગંભીર આક્ષેપો બાદ પોલીસે સીટની રચના કરી છે. અગાઉ Amreli લેટરકાંડમાં પાટીદાર યુવતીએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં રાત્રીના સમયે ધરપકડ અને માર માર્યાનો પાયલ ગોટીએ પોલીસ સામે આક્ષેપ કર્યો હતા.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના હિમાલયા મોલમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે રવાના