Rajkot: યુવકે ઘરે જઈને મહિલા પર ફેંક્યું એસિડ, સોખડા ગામમાં બની હિચકારી ઘટના
- જેણે સગાઈ કરાવી આપી એજ મહિલા પર એસિડ ફેંક્યું
- બરણી ભરી એસિડ ફેકતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રત થઈ
- આ મામલે કુવાડવા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
Rajkot: રાજકોટમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે. રાજકોટ ભાગોળે આવેલા સોખડા ગામમાં ઘરમાં ઘુસી મહિલા પર એસિડ ફેક્યું હતું. એસિડ એટેકમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથક દ્વારા ફરિયાદ નોંધ આરોપીને અટકાયત કરવામાં આવ્યાં હોવાની વિગત સામે આવી છે.
જેની સાથે સગાઈ થઈ તેને બીજા સાથે પ્રેમ થઈ ગયો અને...
મળતી વિગતો પ્રમાણે રાજકોટના ભાગોળે સોખડા ગામ રહેતા વર્ષાબેન માધવભાઈ ચોથાભાઈ ગોરિયા ઉંમર વર્ષ (34) એ આરોપી પ્રકાશ સરવૈયાની સગાઈ કાકાની દીકરી સાથે કરાવી આપી હતી. જોકે સગાઈ થયા બાદ કાકાની દીકરી અન્ય યુવક સાથે પ્રેમ થઈ જતાં તેણે અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી તેની સાથે જતી રહેલ અને આરોપી પ્રકાશ જે યુવતી સાથે સગાઇ થઇ તેને શોધતો હતો પણ જેની સાથે સગાઇ થઈ તે યુવતી ન મળતા રઘવાયો થતો હતો.
આ પણ વાંચો: પતંજલિના નામે વેચતા હતા સબ સ્ટાન્ડર્ડ માલ, 13 શકમંદોને ફટકારાયો રૂપિયા 280000 નો દંડ
મંગેતર બાબતે ચાલતી હોતી બોલાચાલી અને...
નોંધનીય છે કે, ગત સાંજે આરોપી પ્રકાશ સરવૈયા જેણે સગાઈ કરાવી આપી હતી. એ મહિલા વર્ષાબેનના ઘરે ગયો અને તેની મંગેતર અંગે સવાલો કર્યા પ્રકાશ ઉશ્કેરાય જઈને બોલ્યો, ‘તમને ખબર છે મારી મંગેતર ક્યાં છે’. તમે કહેતા નથી તેનો તેનો ખાર રાખી પ્રકાશ સરવૈયા તેની સાથે લાવેલ ભરણી ભરેલ એસિડ વર્ષાબેન પર નાખી દીધું હતું. જેના કારણે વર્ષાબેન માથાના ભાગે પીઠના ભાગે અને પગના ભાગે ગંભીર રીતે દાઝ્યાં હતા. હાલત વધારે ગંભીર હોવાથી મહિલાને તાત્કાલિક પરિવારજનો દ્વારા રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: મળવા ગયેલા પ્રેમીને પરણિત પ્રેમિકાના પિતા આપી મોતની સજા, વાંચો આ ચોંકાવનારી ઘટના
પોલીસે ઘટના સ્થળ પહોંચીને તપાસ હાથ ધરી
જોકે સમગ્ર મામલે કુવાળા પોલીસ મથકને જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ રજીયા સહિત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે પોલીસે હોસ્પિટલે જઈને પણ તપાસ કરી હતીં. આ સમગ્ર મામલે તપાસ કરી અને પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે આરોપી પ્રકાશ સરવૈયાને કુવાડવા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હોવાની વિગત સામે આવી છે.
અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


