Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો કાર્યક્રમ

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત કરશે. આગામી 10 જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાત કરશે. સૌરાષ્ટ્ર ઝોન વાઈબ્રન્ટ ગુજરાતના ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. રાજકોટમાં PM નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમની તૈયારીઓ જવાબદારી મનપા કમિશનરને સોંપવામાં આવી છે.
pm modi gujarat visit  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે  જાણો કાર્યક્રમ
Advertisement
  • PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે
  • જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત કરશે
  • આગામી 10 જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાત

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત કરશે. આગામી 10 જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાત કરશે. સૌરાષ્ટ્ર ઝોન વાઈબ્રન્ટ ગુજરાતના ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. રાજકોટમાં PM નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમની તૈયારીઓ જવાબદારી મનપા કમિશનરને સોંપવામાં આવી છે.

સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ

10 જાન્યુઆરી 2026ના રોજ પીએમ મોદી ગુજરાતના રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેથી તંત્ર કામે લાગ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 10થી 12 જાન્યુઆર, 2026 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

Advertisement

PM Modi: સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે

PM Modi ના આગમનને લઈ PGVCL સામે સૌથી મોટો પડકાર વીજ પુરવઠો ન ખોરવાય તે માટેનો છે. જે માટે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ હૈદર તેમની ટીમ સાથે મારવાડી યુનિવર્સિટીની સ્થળ વિઝિટ કરી ચૂક્યા છે. આ સાથે જ આ સમિટમાં ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.

Advertisement

પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હોવાથી વીજ પુરવઠો ન ખોરવાય અને અવિરત વીજ પ્રવાહ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કયા કયા ફીડરમાંથી વીજ કનેક્શન આપવું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ કરવામાં આવે છે, તેને વધુમાં વધુ પ્રમોશન મળે. તેમજ વધુમાં વધુ લોકો અવગત થાય અને એક્ઝિબિશનનો લાભ લે તે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Aravalli: આજના ભારત કરતાં જૂનો ઇતિહાસ, જે હવે જોખમમાં!

Tags :
Advertisement

.

×