Rajkot : શહેરનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે?
- ધારાસભ્ય દ્વારા સરકારમાં કરવામાં આવી રજૂઆત
- રેસકોર્ષ પાસેથી નવા રેસકોર્ષ પાસે ખસેડવા કરી રજૂઆત
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું કરવામાં આવે છે આયોજન
Rajkot : રાજકોટનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે? જેમાં રાજકોટના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમાં રાજકોટના રેસકોર્ષ પાસેથી નવા રેસકોર્ષ પાસે ખસેડવા રજૂઆત કરી છે. જેમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.
લોક ચર્ચા છે કે રાજકોટ લોકમેળો દૂર ખસેડવા માટે કોનું હીત ?
લોક ચર્ચા છે કે રાજકોટ લોકમેળો દૂર ખસેડવા માટે કોનું હીત ? રાજકોટના રેસકોર્ષમાંથી મેળો ખસેડી શું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાનગી મેળા આપવા માટે ખસેડવાની તૈયારીઓ છે. શું ખાનગી મેળા માટે થઈ ગરીબોનો મેળો દૂર કરવા આયોજન છે. ગરીબો અને મધ્યમ વર્ગ લોકો શું દૂર નવા રેસકોર્ષ સુધી જઈ શકશે ખરા.? જૂના રેસકોર્ષમાં ગાર્ડન પ્રેવેશ ફ્રી છે નવા રેસકોર્ષમાં ગાર્ડન પ્રવેશ માટે ચાર્જ ચૂકવવો પડે છે. જૂના રેસકોર્ષ મેળામાં ટ્રાફિક હોય તો ગાર્ડનમાં લોકો બેસી શકે છે. તથા નવા રેસકોર્ષમાં શું હાઈવે પર બેસી લોકોના જીવ જોખમમાં મૂકવા માંગે છે તંત્ર? તેવી લોક ચર્ચાએ વેગ પકડ્યો છે.
રાજકોટના લોકમેળાનું સ્થળ ખસેડવાની કવાયતનો વિરોધ શરૂ
રાજકોટના લોકમેળાનું સ્થળ ખસેડવાની કવાયતનો વિરોધ શરૂ થયો છે. જેમાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ વિરોધ કર્યો છે. ત્યારે પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું છે કે લોકમેળો શહેરની મધ્યમાં જ થવો જોઈએ. લોકો રેસકોર્સ ખાતે યોજાતા મેળામાં આનંદ માણે છે. બહાર મેળો ખસેડવાથી ગરીબોને પરિવહન સહિતનો બોજો આવશે. મેળો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાન ખાતે જ થવો જોઈએ. ખાનગી મેળાના આયોજનની ચર્ચાઓ ચાલી રહી છે. તથા રાજનેતાઓ અને ઉદ્યોગકારો મેળો બહાર ખસેડવા ઈચ્છતા હોઈ શકે છે.
આ પણ વાંચો: Visavadar by Election - ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં : કિરીટ પટેલ