Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot: વિંછીયાના ઓરી ગામે જાહેરમાં ફાયરિંગ, 5 આરોપીની ધરપકડ, વાંચો વધુ

Rajkot: વિંછીયાના ઓરી ગામે 6 જાન્યુઆરીએ પવનચક્કીના ધંધાકીય વિવાદમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જાહેરમાં ફાયરિંગ અને જીવલેણ હુમલાના પગલે સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ 2 ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
rajkot  વિંછીયાના ઓરી ગામે જાહેરમાં ફાયરિંગ  5 આરોપીની ધરપકડ  વાંચો વધુ
Advertisement
  • Rajkot: વિંછીયાના ઓરી ગામે જાહેરમાં ફાયરિંગ
  • પવનચક્કીના ધંધા બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો
  • વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ

Rajkot Firing Case:ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના રાજકોટ (Rajkot) ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે. વિંછીયા (Vinchhiya) તાલુકાના ઓરી ગામે (Ori village) પવનચક્કીના ધંધાની જૂની અદાવત અને વર્ચસ્વ જમાવવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં જાહેરમાં હથિયારો ઉલાળવામાં આવ્યા હતા અને ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.  પોલીસે આ મામલે બે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ ગત 6 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં ઓરી ગામની સીમમાં આ બે જૂથ સામસામે આવી ગયા હતા.  પવનચક્કી (Windmill) ના વ્યવસાય સાથે સંકળાયેલા પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ વિવાદ એટલો વકર્યો કે મંગળવારે સાંજે સામસામે હથિયારો નીકળ્યા હતા. હુમલાખોરોએ ભયનું વાતાવરણ ઉભું કરવા માટે હવામાં અને વ્યક્તિઓ પર નિશાન સાધી ફાયરિંગ (Firing) કર્યું હતું. આ હુમલામાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું કહેવાઈ છે.

Advertisement

Rajkot:  પોલીસ ઘટનાસ્થળે તોડી ગઈ

ઘટનાની જાણ થતા જ વિંછીયા પોલીસ (Vinchhiya Police) નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. વિંછીયા પોલીસ સ્ટેશનમાં આ મામલે સામસામી જુદી જુદી બે ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર 9 લોકો સામે રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો જપ્ત કરી FSL માટે મોકલ્યા છે. આ ઘટનામાં આરોપ લાગ્યા છે કે કુલદીપ ખાચર, પ્રતાપ ખાચર અને લઘુ ધાધલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.

Advertisement

5 આરોપીઓની અટકાયત

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા નવ આરોપીઓ પૈકી પાંચ જેટલા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Rajkot: કાળ બનીને આવેલા ડમ્પરે રાજકોટમાં પિતા-પુત્રીને અડફેટે લીધા!

Tags :
Advertisement

.

×