Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: રીબડાના રાજદીપસિંહ જાડેજાએ જેલને 'યુનિવર્સિટી' કેમ ગણાવી?

જેલમુક્ત થયા બાદ રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) પ્રથમવાર ગોંડલ પહોંચ્યા હતા. મોવિયા (Moviya) ગામના લોકોએ તેમની મુક્તિ માટે રાખેલી માનતા મુજબ ગોંડલથી હરદત્તપુરી બાપુની જગ્યા સુધી પદયાત્રા યોજી હતી. રાજદીપસિંહે જેલને 'યુનિવર્સિટી' ગણાવી પોતે ત્યાંથી અભ્યાસ કરી પરત ફર્યા હોવાનું નિવેદન આપી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
rajkot  રીબડાના રાજદીપસિંહ જાડેજાએ જેલને  યુનિવર્સિટી  કેમ ગણાવી
Advertisement
  • Rajkot:  જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર ગોંડલ પહોંચ્યા રાજદીપસિંહ
  • રાજદીપસિંહ રીબડા માટે મોવિયા ગામના લોકોએ રાખી હતા માનતા
  • ગોંડલથી મોવિયા હરદત્તપુરી બાપુની જગ્યામાં ચાલીને જવાની હતી માનતા

Rajkot: સૌરાષ્ટ્રના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં જાણીતા એવા રીબડા (Ribda) ના રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત ગોંડલ પહોંચતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતા. લાંબા સમય બાદ વતનમાં પરત ફરેલા રાજદીપસિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે જેલના અનુભવો વિશે આપેલું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

Rajkot: રાજદીપસિંહની વહેલી મુક્તિ માટેની માનતા પૂર્ણ

રાજદીપસિંહ જાડેજા જેલમાંથી મુક્ત થતા જ તેમના સમર્થકો અને મોવિયા (Moviya) ગામના લોકોએ રાખેલી માનતા પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે મોવિયા ગામના શ્રદ્ધાળુઓ અને તેમના હિતેચ્છુઓએ રાજદીપસિંહની વહેલી મુક્તિ માટે માનતા માની હતી. આ માનતા મુજબ, ગોંડલ (Gondal) થી મોવિયા (Moviya) ખાતે આવેલી પૂજ્ય હરદત્તપુરી બાપુની જગ્યા (Hardattpuri Bapu Ashram) સુધી ચાલીને જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

Rajkot: રદત્તપુરી બાપુના આશીર્વાદ લીધા

આજે રાજદીપસિંહ પોતે પણ આ પદયાત્રામાં જોડાયા હતા. ગોંડલથી મોવિયા સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જયઘોષ સાથે માનતા પૂર્ણ કરી હરદત્તપુરી બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે લોક ડાયરો અને સ્વાગત કાર્યક્રમ જેવું વાતાવરણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ Gandhinagar માં ઠાકોર સમાજનો શંખનાદ: 'અભ્યુદય' સંમેલનથી શક્તિ પ્રદર્શન!

જેલ ‘યુનિવર્સિટી’ ગણાવી

મીડિયા સાથેની વાતચીતમાં રાજદીપસિંહ જાડેજાએ જેલવાસ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે એક ચોંકાવનારું અને માર્મિક નિવેદન આપતા જણાવ્યું હતું કે, "જેલ એ મારા માટે એક 'યુનિવર્સિટી' (University) સમાન છે. હું હવે આ યુનિવર્સિટીમાંથી મારો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો છું."  રાજદીપસિંહ જેલને યુનિવર્સિટી ગણાવતાં લોકો અચરજમાં મૂકાયા હતા.  ઉલ્લેખનીય છે  કે જેલમાં વ્યક્તિને જીવનના સૌથી કઠિન પાઠ શીખવા મળે છે. દુનિયાદારી, લોકોની પરખ, કોણ પોતાનું છે અને કોણ પારકું - આ બધું જેલવાસ દરમિયાન નજીકથી જોવા મળે છે. જેથી રાજદીપસિંહને જેલ 'યુનિવર્સિટી' લાગી હોય શકે છે.

આ પણ વાંચોઃ Khodaldham Support: સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનને ખોડલધામનું સમર્થન

Tags :
Advertisement

.

×